15 હજારની નોકરી છોડી શરૂ કર્યો આ વ્યવસાય આજે છે મહિનાની 1 લાખ રૂપિયાની આવક

હવે કૃષિમાં કારકિર્દી ફક્ત ખેતી સુધી મર્યાદિત રહી નથી. કૃષિ સેક્ટરમાં ફેરફારનું પરિણામ એ આવ્યું છે કે બીજા સેક્ટરોની જેમ કૃષિ સેક્ટર પણ લોકોને ઘણું આકર્ષિત કરી રહ્યું છે.  ખેડૂતોની આવક વધારવા અને કૃષિને કારકિર્દીના રૂપમાં બનાવવા માટે સરકાર કેટલાંક કોર્સ પણ કરાવે છે, જેનો ફાયદો ઉત્તર પ્રદેશના શામલીમાં રહેતા ધન પ્રકાશ શર્માએ ઉઠાવ્યો છે. કૃષિમાં બીએસસી કર્યા બાદ તેમણે સરકાર દ્વારા થઈ રહેલ કોર્સ કર્યો અને આજે તેઓ દર મહિને 1 લાખ રૂપિયાની આવક કમાય છે.

2 મહિનાના કોર્સે બદલ્યું જીવન

ધન પ્રકાશ વર્માએ moneybhaskar.com સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમણે મેરઠ યૂનિવર્સિટીમાંથી કૃષિમાં બીએસસી કર્યુ છે. કૃષિમાં ડિગ્રી લીધા બાદ એક ખાનગી કંપનીમાં માર્કેટની નોકરીએ લાગ્યા. નોકરીમાં તેમનું મન લાગ્યુ નહીં અને કૃષિમાં કાંદા કાઢવાનો વિચાર આવ્યો. જેમાં સરકાર દ્વારા ચલાવાઈ રહેલા એગ્રી ક્લિનિક એગ્રી બિઝનેસ સેન્ટરે તેમની મદદ કરી. તેમણે બે મહિનાનો કોર્સ કર્યો ત્યારબાદ તેમની જીવનમાં પરિવર્તન આવ્યું.

15 હજારની નોકરી છોડીને શરૂ કર્યો બિઝનેસ

તેમણે જણાવ્યું કે માર્કેટિંગ જૉબ હોવાથી તેમણે ગામે-ગામે જવાની તક મળી હતી. આ દરમ્યાન તેઓ ખેડૂતોની સમસ્યા જાણવા અને તેના નિદાન માટે કંઈક કરવાનું મન બનાવ્યું. તેઓ કહે છે કે તેમણે 12 વર્ષ નોકરી કરી અને બાદમાં 15 હજારની નોકરી છોડીને તેમણે ઓછી કિંમતે ફાર્મ મશીનરીની શરૂઆત કરી.

21.5 લાખ રૂપિયાની લોન લીધી

શર્માએ લૉ કૉસ્ટ મશીનરીની શરૂઆત કરવા માટે 21.5 લાખ રૂપિયા યૂનાઈટેડ બેંકમાંથી લોન લીધી. ત્યારબાદ તેમણે ‘નેપસેક સ્પ્રેયર’ની મેન્યુફેક્ચરિંગ શરૂ કરી. આ એક સ્પ્રેયર મશીન છે, જેના દ્વારા ખેડૂત માટે કેમિકલ્સના છંટકાવમાં ખૂબ મદદગાર સાબિત થાય તેમ છે.

3 વર્ષમાં ઉભો કર્યો 1 કરોડનો વેપાર

ધન પ્રકાશે 2015માં પશુપતિ એગ્રોટેકનો પાયો નાખ્યો હતો. ત્રણ વર્ષમાં જ તેમની કંપનીનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા થયું હતું. જેમાંથી 10-12 ટકાનો નફો થાય છે. તેમનો વ્યાપાર 3-4 રાજ્યોમાં ફેલાયેલો છે અને તેમને પોતાના ત્યાં 6 લોકોને રોજગાર પૂરો પાડી રહ્યાં છે.

હજાર રૂપિયાથી શરૂ થાય છે પ્રોડક્ટ

તેમના પ્રોડક્ટ્સની કિંમત 1 હજાર રૂપિયાથી શરૂ થાય છે અને 3 હજાર રૂપિયા સુધી જાય છે. તેમણે એક સ્પ્રેયર ડેવલપ કર્યુ છે, જે ટ્રેક્ટરની સાથે કામ કરે છે, જેની કિંમત 36 હજાર રૂપિયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter