GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

સક્સેસ મંત્રઃ જીવનમાં આ વાતો યાદ રાખો, ક્યારેય નિષ્ફળતા નહીં મળે

કોઈ પણ સંકટની ઘડીમાં દરેક વ્યક્તિને સૌપ્રથમ પોતાના પરિવારને સુરક્ષિત કરવાનો વિચાર આવે છે. કોઈ પણ વ્યક્તિ માટે એનો પરિવાર જ સર્વસ્વ હોય છે. પરિવારના અભાવમાં વ્યક્તિ લક્ષ્યહિન થઈ જાય છે, જે જીવનમાં નિષ્ફળતાનું મોટું કારણ બની શકે છે.

સંકટ સમયે સાવધાની

સંકટની ઘડીમાં વ્યક્તિ પાસે મર્યાદિત તકો હોય છે. આ પ્રકારનાં સમયમાં એને પોતાનો દરેક નિર્ણય બહુ સમજીવિચારીને લેવો જોઈએ. મનુષ્યની નાની સરખી ચૂક એને ભવિષ્યમાં મોટા નુકસાન તરફ દોરી શકે છે.

સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ

વ્યક્તિએ જીવનમાં સફળતા હાંસલ કરવા માટે સંકટ સમયે પોતાના આરોગ્યનું વધારે ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે, જાન હૈં, તો જહાં હૈ. જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હશે, તો એનું મન પણ સારી રીતે સક્રિય રહીને કામ કરે છે. તન અને મનથી સ્વસ્થ વ્યક્તિ સંકટનો સામનો વધારે સારી રીતે કરી શકે છે.

વિચારપૂર્વકની યોજના

તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિ પાસે હંમેશા સંકટની ઘડીમાંથી બહાર નીકળવા માટે એક નક્કર યોજના હોવી જોઈએ. વ્યક્તિની કુશળતાનો આયોજનબદ્ધ રીતે ઉપયોગ થાય તો જ એને સફળતા મળે છે. તમારે તમારી યોજના મુજબ આગળ વધીને જીવનમાં કામ કરવું જોઈએ, જેથી પ્રગતિ સુનિશ્ચિત થશે. જે લોકો સંકટની સ્થિતિમાં નાસીપાસ થઈ જાય છે એને હંમેશા નુકસાન થાય છે અને નિષ્ફળતા મળે છે.

બચત

જો જીવનમાં સફળતા મેળવવા ઇચ્છતાં હોય, તો હંમેશા યાદ રાખો કે સંકટ સમયે તમારો સાચો મિત્ર ધન જ હોય છે. સંકટની ઘડીમાં વ્યક્તિ પાસે પર્યાપ્ત નાણાકીય જોગવાઈ નહીં હોય તો એને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં એનાથી મનુષ્ય એક પછી એક નવી મુશ્કેલીઓમાં મૂકાઈ જાય છે. એટલે ધનની બચત કરવાનો પ્રયાસ સતત કરો અને જરૂરિયાત અનુસાર ખર્ચ કરો. ખોટી આદતો પોષવા અને દેખાડો કરવા માટે કરેલો ખર્ચ લાંબા ગાળે નુકસાનકારક નીવડે છે.

READ ALSO

Related posts

મોટર ડ્રાઇવીંગ સ્કૂલને પણ છુટછાટ આપવામાં આવે તેવી ઉઠી માંગ, 25 હજારથી વધુ લોકો આ રોજગાર સાથે છે સંકળાયેલા

pratik shah

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!