GSTV
Home » News » ક્રિકેટ વિશ્વમાં ભૂકંપ લઈ આવનારા ફિક્સરને બ્રિટનથી ભારત લાવવામાં સફળતા, આ ક્રિકેટરોની પણ હતી સંડોવણી

ક્રિકેટ વિશ્વમાં ભૂકંપ લઈ આવનારા ફિક્સરને બ્રિટનથી ભારત લાવવામાં સફળતા, આ ક્રિકેટરોની પણ હતી સંડોવણી

20 વર્ષ પહેલા ક્રિકેટ વિશ્વને હચમચાવનારા મેચ ફિક્સિંગકાંડના મુખ્ય આરોપી બુકી સંજીવ ચાવલાને આખરે બ્રિટનથી ભારત લાવવામાં સફળતા મળી છે. દિલ્હી ક્રાઇમ બ્રાંચની એક ટીમ લંડનથી સંજીવ ચાવલાને લઇને ભારત પહોંચી. ભારત અને બ્રિટન વચ્ચે વર્ષ 1992માં પ્રત્યાર્પણ સમજૂતિ થયા બાદ હાઇપ્રોફાઇલ કેસમાં કોઇનું પ્રત્યાર્પણ કરાયું હોય તેવો આ પહેલો કેસ છે.

વર્ષ 2000માં મેચ ફિક્સિંગ કાંડમાં ત્યારે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોન્યેની સંડોવણી સામે આવતા ક્રિકેટપ્રેમીઓ આઘાત સાથે સ્તબ્ધ થઇ ગયા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે બુકી સંજીવ ચાવલા સતત હેન્સી ક્રોન્યેના સંપર્કમાં હતો. જ્યારે મેચ ફિક્સિંગ કાંડનો પર્દાફાશ થયો ત્યારે સંજીવ ચાવલા ઇંગ્લેન્ડમાં હતો.

પરંતુ આખરે 20 વર્ષ બાદ સંજીવ ચાવલાને ભારત પરત લાવવાના પ્રયાસો સફળ થયા. સંજીવ વર્ષ 1996માં જ યુકે ચાલ્યો ગયો હતો. પોલીસે આ મામલે કેસ દાખલ કર્યાના 13 વર્ષ બાદ જુલાઇ-2013માં સંજીવ ચાવલા વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

READ ALSO

Related posts

તાજમહેલ ભારતની સાંસ્કૃતિક વિભિન્નતા અને સંપન્નતાની સુંદર વિરાસત: અમેરીકન રાષ્ટ્રપતિ

pratik shah

દિલ્હીમાં CAAના વિરોધમાં હિંસા, અત્યાર સુધી એક હેડ કોન્સ્ટેબલ સહિત 5ના મોત

Arohi

ડોનાલ્ડ ટ્રમ્પનાં ભારત પ્રવાસ અંગે મુકેશ અંબાણીએ સત્યા નડેલા સાથે કરી આ વાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!