GSTV

મજૂરોને મફતમાં ઘરે પહોંચાડવાની વાત ભાજપના આ બડબોલા સાંસદે કરી, પણ મોદી સરકાર સાંભળશે ખરા !

Last Updated on May 4, 2020 by Pravin Makwana

ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ શ્રમિકોને વતન મોકલવા અગે દાવો કર્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, શ્રમિકોને વિના મૂલ્યે લઈ જવાશે. તેમણે રેલવે મંત્રાલય સાથે વાત કરી હોવાનો દાવો કર્યો છે. સ્વામીએ કહ્યુ કે, સત્તાવાર સ્ટેટમેન્ટ સાથે રેલ મંત્રાલય ભાડા અંગે સ્પષ્ટતા કરશે, તો રેલવેમાં શ્રમિકોના ભાડાના 85 ટકા કેન્દ્ર, 15 ટકા રાજ્ય ભોગવશે.

સોનિયા ગાંધીની જાહેરાત બાદ સ્વામીએ કરી જાહેરાત, હવે મોદી સરકાર પર બધો આધાર

કોરોનાની મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબા સમયથી મજૂરો દેશમાં અલગ અલગ ભાગમાં ફસાયેલા હતા. જો કે, દેશમાં ત્રીજી વખત લોકડાઉન લંબાવામાં આવતા મજૂરોની હાલત વધારે કફોડી બની છે. ત્યારે આવા સમયે કેન્દ્રની મોદી સરકારે મજૂરોને શરતો સાથે ઘરે જવા માટે સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા તો કરી છે. જો આ માટે મજૂરોને ભાડાની વ્યવસ્થા કઈ રીતે કરવી તે મોટો પ્રશ્ન છે, એક તો છેલ્લા એક મહિનાથી કામ ધંધા વગર બેઠા છે, રોજગારીનો એક પણ અવસર નથી, ઉપરથી ખાવાના ફાફા છે. ત્યારે આવા સમયે ભાડા પૈસા ક્યાંથી કરવા તે મોટી બાબત છે. જો કે, આ બાબતને લઈ વિપક્ષે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ બાબતની ગંભીરતા જાણી કોંગ્રેસ પાર્ટીએ સૌથી મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરીયાતવાળા મજૂરોની રેલ ટિકિટનો ખર્ચો ઉઠાવશે.

કોંગ્રેસ પાર્ટી તમામ મજૂરોની ટિકિટનો ખર્ચો ઉઠાવશે

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય કર્યો છે કે, પ્રદેશ કોંગ્રેસ કમિટી દરેક વિભાગમાં મજૂરો અને કારીગરોને ઘરે પાછા જવા માટે રેલ્વેની ટિકિટનો તમામ ખર્ચ ઉઠાવશે.સોમવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, ફક્ત ચાર કલાકના નોટિસ પર લોકડાઉન લાગૂ થવાના કારણે દેશમાં મજૂરો પોતાના ઘરે જવાથી વંચિત રહ્યા છે. 1947 બાદ દેશમાં પહેલી વખત આવો માહોલ બન્યો છે, જેના કારણે હજારો મજૂરો હેરાન થઈ રહ્યા છે, તથા ચાલતા ચાલતા ઘરે જવા મજબૂર બન્યા છે.

સોનિયા ગાંધીએ કરી જાહેરાત

સોનિયા ગાંધીએ પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે, જો આપણે વિદેશમાં ફસાયેલા લોકોને કોઈ પણ જાતના ખર્ચ વગર પાછા લાવી શકતા હોય, ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકતા હોય, જો રેલ મંત્રાલય પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 151 કરોડ રૂપિયા આપી શકતા હોય, તો પછી આવા ખરાબ સમયે મજૂરો માટે ભાડાનો ખર્ચ મોદી સરકાર કેમ ના ઉઠાવી શકે.

લોકડાઉન લાગૂ થતાં લાખો લોકો ફસાયા

અહીં ઉલ્લેખનીય છે કે, 24 માર્ચના રોજ દેશમાં લોકડાઉન લાગૂ થયુ હતું. ત્યારે લાખો મજૂરો જ્યાં હતા, ત્યાં જ ફસાઈ ગયા હતા. ત્યાર બાદ હવે 40 દિવસ બાદ તેમને ઘરે જવાની મંજૂરી મળી છે. રાજ્ય સરકારોને કહેવા પ્રમાણે કેન્દ્ર સરકારે તેમને સ્પેશિયલ ટ્રેનની મંજૂરી આપી છે.

READ ALSO

Related posts

કમાણી: ફક્ત એક વાર 10 હજાર રૂપિયા લગાવીને શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે 30,000ની આવક, વધતો જ જશે નફો

Pravin Makwana

ભારે હોબાળો/ દિલ્હીમાં બાળકીનું શંકાસ્પદ મોત, અરવિંદ કેજરીવાલ માંડ માંડ ઘરે પહોંચ્યા પણ એવું થયું કે સહેજમાં બચી ગયા

Harshad Patel

ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!