GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

કેન્દ્ર સરકાર CEA તરીકે સુબ્રમણ્ય્મને એક વર્ષનો એક્સટેન્શન આપશે : નાણાપ્રધાન

સરકાર ચીફ ઇકોનોમિક એડવાઇઝર અરવિંદ સુબ્રમણ્યમને ઓક્ટોમ્બર 2018 સુધી એક વર્ષનો એક્સટેન્શન આપશે. નાણાપ્રધાન અરુણ જેટલીએ શનિવારે તેની જાણકારી આપી.

પીટરસન ઇન્સ્ટીટ્યૂટ ફોર ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સમાં સીનિયર ફેલો સુબ્રમણ્યમને ઓક્ટોમ્બર 2014માં ચીફ ઇકોનોમિક એડવાઇઝર એટલે કે સીઇએ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો હતો. જે 16 ઓક્ટોમ્બરે પૂર્ણ થવા જઇ રહ્યો છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે સુબ્રમણ્યમને એક વર્ષનો એક્સટેન્શન આપવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી સરકારનો 5 વર્ષનો કાર્યકાળ મે , 2019માં પૂર્ણ થવા જઇ રહ્યો છે.

સીઇએ સામાન્ય પણે નાણાપ્રધાનને મેક્રો ઇકોનોમિકલ મામલાઓમાં તથા ઇકોનોમિક સર્વે સહતિ કેટલાઇ મહત્વની જવાબદારીઓમાં સલાહ આપવાનું કાર્ય કરતા હોય છે. સુબ્રમણ્યમના પૂર્વ રઘુરામ રાજને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર પદેથી સપ્ટેમ્બર 2013માં રાજીનામું આપ્યું હતું.

 

Related posts

મે મહિનામાં વસ્ત્રોના વેચાણમાં 84 ટકાનો ઘટાડો; ફેક્ટરીઓ PPE કીટ, ફેસ માસ્ક બનાવવામાં રહી વ્યસ્ત

Mansi Patel

અનલોક-1 પૂરુ થાય પહેલાં આ કામ પતાવી લો, નહીંતર દોડતા થઇ જશો

Bansari

Coronaકાળમાં મુકેશ અંબાણી પર વરસી રહી છે લક્ષ્મીજીની કૃપા, Jioએ કરાવ્યો રૂપિયાનો વરસાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!