GSTV
India News ટોપ સ્ટોરી

ભાજપ નેતાની સરકારને ચેતવણી, કહ્યું-કેન્દ્ર રેલવેના ખાનગીકરણની યોજના મુદ્દે વલણ સ્પષ્ટ કરે

બિહારમાં રેલવેમાં ભરતી માટેની આરઆરબી-એનટીપીસી પરીક્ષા પ્રક્રિયાના વિરોધમાં યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એવામાં ભાજપના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ કેન્દ્ર સરકારને રેલવેના ખાનગીકરણ મુદ્દે તેનું વલણ સ્પષ્ટ કરવા ચેતવણી આપી છે.

સ્વામી

સુબ્રમણ્યન સ્વામીએ જણાવ્યું હતું કે, દેશમાં અલગ અલગ પ્રકારની વાત ઊઠવા લાગી છે. કેન્દ્ર સરાકર રેલવેનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી હોવાની ચર્ચાઓ થવા લાગી છે. ભરતી પરીક્ષાઓ રદ થવા સાથે આ બાબતને જોડવામાં આવી રહી છે. રેલવે રિક્રુટમેન્ટ અંગે યુવાનોમાં ફેલાયેલા અસંતોષ અંગે કેન્દ્ર સરકારને ઘેરનારા સુબ્રમણ્યન એકમાત્ર ભાજપ નેતા નથી.

વરુણ

પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ બેરોજગારી મુદ્દે ભાજપને દર્પણ બતાવ્યું છે. તેમણે શુક્રવારે ટ્વીટ કરી હતી કે દેશમાં આજે બેરોજગારી સૌથી મોટી સમસ્યા બનીને ઊભરી રહી છે. સ્થિતિ વિકરાળ થઈ રહી છે. તેની અવગણના કરવી એ કપાસથી આગ ઢાંકવા જેવું છે. વરુણ પછી સુબ્રમણ્યન સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે એવી વાત ફેલાવાઈ રહી છે કે હવે કેન્દ્ર સરકાર રેલવેનું ખાનગીકરણ કરવાની યોજના બનાવી રહી છે. હું આ અંગે સરકારને તેની સ્થિતિ સ્પષ્ટ કરવાની ચેતવણી આપું છું. અન્યથા યુવાનોનો અસંતોષ વધુ વકરશે.

Read Also

Related posts

શિવસેના સામે બળવાખોરો કાનૂની રીતે લડી લેવાના મૂડમાં, જૂથને માન્યતા માટે હાઈકોર્ટનો આશરો લેવાની શિંદેની હિલચાલ

Binas Saiyed

આસામ પૂર/ આસામમાં પૂરથી 33 લાખ લોકો પ્રભાવિત, હજારો લોકો હાઇવે કિનારે તંબુ બનાવી રહેવા મજબુર

Damini Patel

મહારાષ્ટ્ર સંકટ/ એકનાથ શિંદેના આક્રમક વલણથી શિવ સૈનિકોમાં ભારે રોષ, ઉથલપાથલને ધ્યાનમાં રાખીને મુંબઇ પોલીસ થઇ સતર્ક

Binas Saiyed
GSTV