GSTV
Gujarat Government Advertisement

મોદી નિષ્ફળ: કોરોના સામે લડવાની જવાબદારી હવે નીતિન ગડકરીને સોંપો, PMO પર નિર્ભર રહેવુ બેકાર !

Last Updated on May 5, 2021 by Pravin Makwana

ભારત હાલ કોરોના વાયરસની બીજી લહેર સામે લડી રહ્યુ છે. જે દરરોજ તબાહી મચાવી રહ્યુ છે. દેશના અલગ અલગ ભાગોમાં દરરોજ કેટલાય લોકો દમ તોડી રહ્યા છે. આ તમામની વચ્ચે કેટલાય એક્સપર્ટ અને નિષ્ણાંતો ભારતમાં ઠોસ કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. બુધવારે સવારે સૂબ્રમણ્યમ સ્વામીએ પણ મોદી સરકારનો છોત્તરા ફાડી નાખ્યા હતા. તેમને આકરા શબ્દોમાં ટીકા કરી હતી. તેમને કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ સામે લડવાની જવાબદારી હવે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને સોંપી દેવી જોઈએ.

સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, જેવી રીતે ભારતે ઈસ્લામિક અને બ્રિટિશ ઘૂસણખોરોનો સામનો કર્યો, તેવી જ રીતે કોરોના સામે લડવુ પડશે. જો આપણે જરૂરી પગલા નહીં ભરીએ તો, વધુ એક લહેરનો સામનો કરવો પડશે. જે બાળકોને ટાર્ગેટ કરશે. પીએમ મોદીને આવા સમયે આ જવાબદારી નીતિન ગડકરીને સોંપી દેવી જોઈએ. પીએમઓ પર નિર્ભર રહેવુ બેકાર છે.

અમિત શાહના પુત્ર પર કટાક્ષ

ઈંડિયન પ્રીમિયર લીગની આ સિઝન કોરોના વાયરસ મહામારીના કારણે અધવચ્ચે સ્થગિત કરી દેવામાં આવી છે. કહેવાય છે કે, બાયો બબલમાં રહેવા છતાં કેટલાય ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત આવ્યા હતા. ત્યારે આવા સમયે સુરક્ષાને ધ્યાને રાખતા તેને રદ કરી દેવામાં આવી છે. જો કે, હવે તેને લઈને ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ અપ્રત્યક્ષ રીતે અમિત શાહના દિકરા અને બીસીસીઆઈના સચિવ જય શાહ પર કટાક્ષ કર્યો છે.

શું બોલ્યા સ્વામી

આઈપીએલને અનિશ્ચિત સમય સુધી રદ કરવાની ખબરને શેર કરતા તેમણે પોતાના ટ્વિટર હૈંડલ પર લખ્યુ હતું કે, આ ત્યારે બન્યુ જ્યારે મેં કહ્યુ હતું કે, અમિત શાહનો દિકરો બીસીસીઆઈનું નેતૃત્વ કરી રહ્યો છે, એટલા માટે તેમને કોરોના સંક્રમણની સાચો રિપોર્ટ મળી રહ્યો હશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ICMRના હેડની ચેતવણી/ આ જિલ્લાઓમાં 6થી 8 સપ્તાહનું લોકડાઉન નહીં અપાય તો કોરોના બેકાબૂ બનશે, દેશમાં કોરોનાનો સંક્રમણ રેટ 21 ટકા

Harshad Patel

ફફડાટ/ કોરોનાની બીજી લહેરની ચેન તોડવા મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવાયું, આ તારીખ સુધી માત્ર મળશે આ છૂટછાટ

pratik shah

રાજ્યમાં આજ રોજ ફરી કોરોનાના કેસમાં વધારો, છેલ્લાં 24 કલાકમાં જ સામે આવ્યાં 11,017 નવા કેસ, જાણો મોતનો આંક કેટલો?

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!