GSTV

મુંબઈ અટેક / 26/11 આતંકવાદી હુમલાને લઈ ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીનો સનસનીખેજ દાવો, જણાવ્યું કોણ હતું ષડયંત્ર પાછળ

26/11

Last Updated on December 2, 2021 by GSTV Web Desk

ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વર્ષ 2008માં મુંબઈમાં થયેલા 26/11ના આતંકવાદી હુમલાને લઈ સનસનીખેજ દાવો કર્યો છે. સ્વામીએ ગુરુવારે એક ટ્વીટ કરી એ વાતનો ઉલ્લેખ કર્યો કે તે આતંકવાદી હુમલો પાછળ કોનું કાવતરું હતું.

26/11

સ્વામીએ ટ્વીટ કરી કે આ ચોંકાવનારુ છે. 26/11 ના હુમલા સમયે UPA સરકારમાં ગૃહ મંત્રાલયની અંદર સેક્રેટરી રહેલા આરવીએસ મણિએ સ્વીકાર્યું હતું કે 2008માં પાકિસ્તાની અજમલ કસાબ અને કંપની દ્વારા મુંબઈમાં થયેલા હુમલા દરમિયાન પડદા પાછળ શું થયું હતું. આ કામ TDK સહિત પાકિસ્તાનનું હતું.

કોણ છે TDK ?

મુંબઈ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે એ તો બધા જાણે છે. પરંતુ TDK લખી સ્વામી કોના પર નિશાન સાધી રહ્યા છે, તે સ્પષ્ટ નથી થઈ શક્યું.

ઉલ્લેખનીય છે કે જે આરવીએસ મણિનો ઉલ્લેખ સ્વામીએ તેમના ટ્વીટમાં કર્યો છે, તેઓ મુંબઈ હુમલાને લઈ ત્યારની યુપીએ સરકારની ભૂમિકા પર પૂર્વમાં ઘણી વખત પ્રશ્ન ઉઠાવી ચુક્યા છે. લગભગ બે વર્ષ પહેલા પણ મણિએ દાવો કર્યો હતો કે મુંબઈ હુમલો પાકિસ્તાન અને ત્યારની યુપીએ સરકાર વચ્ચેની ‘ફિક્સ મેચ’ હતી.

ટ્વીટને લઈ હંમેશા ચર્ચમાં રહે છે સ્વામી

આવુ પ્રથમ વખત નથી જ્યારે સુબ્રમણ્યમ સ્વામી તેમના કોઈ ટ્વીટને લઈ ચર્ચામાં છે. તાજેતરમાં જ તેઓ પોતાની જ ભાજપ સરકાર પર સવાલ ઉઠાવવાને કારણે પણ ચર્ચામાં રહ્યા છે. બુધવારે, સંસદના ચાલુ શિયાળુ સત્રની વચ્ચે, સ્વામીએ એક ટ્વિટમાં કહ્યું હતું કે તેમને લદ્દાખમાં ચીનની કથિત ઘૂસણખોરી પર સવાલ ઉઠાવતા અટકાવવામાં આવ્યા છે.

સ્વામીએ લખ્યું કે ‘રાષ્ટ્રીય હિત’ની વાત કરતાં રાજ્યસભા સચિવાલયે તેમને જણાવ્યું કે આ પ્રશ્ન પૂછવાની મંજૂરી આપી શકાય નહીં.

સ્વામી ગયા મહિને એ સમયે પણ ચર્ચામાં હતા, જ્યારે તેમણે દિલ્હીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને મળ્યા બાદ સ્વામીએ જણાવ્યું હતું કે તેઓએ પશ્ચિમ બંગાળના રાજકીય માહોલ પર ચર્ચા કરી. બંને નેતાઓએ બેઠક બાદ તેની તસવીરો પણ શેર કરી હતી. જ્યારે ભાજપ નેતાને પૂછવામાં આવ્યું કે શું તેઓ ટીએમસીમાં જોડાશે, તો તેમણે કહ્યું હું પહેલેથી જ તેમની સાથે છું. મારે પાર્ટીમાં જોડાવાની જરૂર નથી.

Read Also

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!