GSTV

સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર પર માછલા ધોયા, GSTને 21મી સદીની સૌથી મોટી મૂર્ખામી ગણાવી

અવાર-નવાર અલગ-અલગ પ્રકારના નિવેદનોને કારણે ચર્ચામાં રહેનારા ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી આકરા પાણીએ છે. તેમણે મોદી સરકારની ઝાટકણી કાઢી છે અને દેશની વર્તમાન આર્થિક દુર્દશા પાછળ જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના સાંસદ સ્વામીએ કહ્યું કે ભારતમાં 2017માં લાગૂ થયેલ સૌથી મોટા ટેક્સ રીફોર્મ, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)ને કારણે નાના અને મધ્યમ કદના વેપારીઓનો મરો થયો છે અને આ પગલું 21મી સદીની મોદી સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલી ભારતની સૌથી મોટી મૂર્ખતા હતી.

વધુમાં સ્વામીએ જણાવ્યું હતું કે, જીએસટી કાયદાને કારણે લોકોને કયું ફોર્મ ક્યારે ભરવું ? તેનું સ્ટેટસ શું છે તે જાણવા માટેનું પણ પૂરતું જ્ઞાન આપાવામાં આવ્યું નથી અને મનમરજીથી સ્થિતિને સમજ્યા વગર જ જીએસટી લાગુ કરી દેવામાં આવ્યો હતો. 2030 સુધીમાં જો ભારતે વૈશ્વિક મહાસત્તા બનવું હશે તો સદંતર 10%નો વિકાસદર જાળવી રાખવો પડશે, જે લગભગ હાલની સ્થિતિમાં અસંભવ લાગી રહ્યું છે. દેશમાં આર્થિક સ્થિતિ મંદ પડી છે, અને રીકવરીના કોઈ જ સંકેત નથી.

બે મુદ્દા પર ભાર આપવા આગ્રહ કર્યો

સુબ્રમણ્યમ સ્વામીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, દેશના મજબૂત લાંબાગાળાના આર્થિક વિકાસ માટે ભ્રષ્ટાચાર સામે મોરચો માંડવો પડશે અને જે રોકાણ માટે આવી રહ્યાં છે, તેમને આવકારવા પડશે. સહાય આપવી પડશે. દેશમાં રોકાણ કરી ચૂકેલા અથવા જે રોકાણ કરવા ઈચ્છે છે, તેમની સાથે ક્રૂરતા ન કરો અને ખાસ કરીને સામાન્ય કરદાતા અને જીએસટી ભરનારા વેપારીઓ સાથે. જીએસટીએ દેશની અર્થવ્યવસ્થા જ ચોપટ કરી દીધી છે.

આર્થિક સુસ્તીનું કારણ ?

એક અર્થશાસ્ત્રી તરીકે મોદી સરકારમાં કામ કરતા સ્વામીએ જણાવ્યું હતું કે, દેશમાં સૌથી મોટી સમસ્યા માગની છે. દેશના લોકો પાસે પૈસા જ નથી, તો ખર્ચ ક્યાંથી કરશે ? ખર્ચ કરવા જ નહીં જાય તો માગ નહીં વધે અને દેશ આર્થિક વિકાસ નહી કરી શકે. જો તમારે 10%નો જીડીપી જોઈએ તો દેશના જીડીપીના 37% માત્ર ઈન્વેસ્ટમેંટ રેટ હોવો જોઈએ અને 3.7% એફિસિયન્સી રેટ હોવો જરૂરી છે. હાલમાં દેશમાં રોકાણ વૃદ્ધિદર 5% પણ નથી અને તમે 5 ટ્રીલિયન ડોલરની ઈકોનોમીની માત્ર હવામાં વાત કરો તે ન ચાલે.

READ ALSO

Related posts

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

Nilesh Jethva

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!