જો તમે 31 માર્ચ પહેલા પોતાના ટેક્સ સ્લેબ મુજબના કોઈ પણ પ્રકારનું રોકાણ કરો છો તો તમે તેની જાણકારી પાછળથી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરતા સમયે દઈને ટેક્સ રિફંડ માટે આવેદન આપી શકો છો.

ટેક્સ સ્લેબ મુજબ રોકાણ કરીને તેનો રેકોર્ડ તમારી પાસે રાખી લો
સૌથી પહેલા 31 માર્ચ સુધી તમારી ટેક્સ સ્લેબ મુજબ રોકાણ કરીને તેનો રેકોર્ડ તમારી પાસે રાખી લો. જેમ કે બાળકોની સ્કૂલ ફીની રિસિપ્ટ, હોમલોન સ્ટેટમેન્ટ, વીમા પ્રિમિયમનો રેકોર્ડ, હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ રેકોર્ડ, રેન્ટ એગ્રીમેન્ટ વગેરે. આ તમામ રેકોર્ડ તમને ઈન્કમટેક્સ રિટર્ન ભરવા સમયે આપવાના રહેશે.
લોકો જે ઈચ્છે તે ટેક્સ સ્લેબ પસંદ કરી શકે છે
ગત નાણાંકીય વર્ષ 2020-21માં બજેટ રજૂ કરતા સમયે નાણાંમંત્રી નિર્મલા સીતારમને એક નવા ટેક્સ સ્લેબની ભેટ આપી હતી. જેમાં વિકલ્પ હતો કે લોકો જે ઈચ્છે તે ટેક્સ સ્લેબ પસંદ કરી શકે છે. એવામાં નોકરીયાત લોકોને પહેલેથી જ એચઆર દ્વારા સ્વિકૃતિ લઈ લીધી હોય છે તેઓ ક્યા પ્રકારનો ટેક્સ સ્લેબ પસંદ કરશે. એવામાં જો તમારી આવક એકમાત્ર નોકરીથી જ છે અને અન્ય કોઈ ઇનકમનો સ્રોત નથી તો તમે જ્યારે ઈચ્છો ત્યારે કોઈપણ ટેક્સ સ્લેબમાં બદલાવ પસંદ કરી શકો છો.

જૂના ટેક્સ સ્લેબને પસંદ કરવો ફાયદાકારક રહેશે
જાણકારો મુજબ જો કોઈ વાર્ષિક પેકેજ 13 લાખ રૂપિયાથી ઓછું છે તો તેના માટે જૂના ટેક્સ સ્લેબને પસંદ કરવો ફાયદાકારક રહેશે. એનો ફાયદો ઉઠાવતા જ્યારે તમે નાણાકીય વર્ષ 2020-21 માટે 31 જુલાઈ સુધી ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરશો તો તમે તેમાં આ રોકાણની જાણકારી આપીને ટેક્સ રિફંડ મેળવી શકો છો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ
- ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં/ ઇંગ્લેન્ડનો અમદાવાદમાં ફ્લોપ શો : ત્રીજી ટેસ્ટ બે અને ચોથી ટેસ્ટ ત્રણ દિવસમાં જ હાર્યું
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત
- પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી