GSTV

Uberથી બુક થશે હવે સબમરીન!, કિંમત જાણશો તો રહી જશો દંગ

એપ્લિકેશનના માધ્યમથી કેબ સેવા પૂરી પાડતી કંપની ઉબર (Uber) દ્વારા હવે સબમરીન પણ બુક કરાવી શકાશે. ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બૈરિયર રીફમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ઉબર ઓસ્ટ્રેલિયાએ પાણીની અંદર શેયર્ડ સબમરીનની સુવિધા લોકોને મળે તે માટે તેની શરૂઆત કરી છે, જે માટે કંપની ટ્રાન્સપોર્ટેશનનું નવુ રૂપ “scUber” લઈને આવી છે.

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડની સાથે ભાગીદારી કરી ઉબરે 27 મેએ ગ્રેટ બૈરિયર રીફમાં વિશ્વની પ્રથમ શેયરિંગ સબમરીન રાઈડનું આયોજન કર્યું. ઉબરની શેયરિંગ સબમરીન રાઈડ માટેનું બુકિંગ 27 મેથી 18 જુન 2019 સુધી ચાલુ રહેશે. ઓસ્ટ્રેલિયામાં ઉબર એપ દ્વારા એક મર્યાદિત સંખ્યામાં રાઈડર્સને આ સુવિધા મળી શકશે.

scUber સબમરીનમાં બે લોકો 3,000 ડોલરમાં રાઈડિંગ કરી શકશે, જે ભારતીય કરન્સી અનુસાર 2.09 લાખ રૂપિયામાં રાઈડિંગ કરી શકાશે. જો તમે ઓસ્ટ્રેલિયામાં રહેતા નથી છતાં તમારે scUber દ્વારા ગ્રેટ બૈરિયર રીફમાં સબમરીન રાઈડની મજા લેવી છે તો તે માટે પસંદગીના દેશોમાં યુઝર્સે એક સ્પર્ધામાં ભાગ લેવો પડશે.

ઉબરનું આ વખતે ભારત સહિત ઘણા દેશોમાં સંચાલન છે. આ ટેક્સી/કેબ ઉપરાંત અન્ય ઘણી રીતની ટ્રાન્સપોર્ટેશન સેવા પણ પૂરી પાડે છે. આ ઉપરાંત ઉબર મધ્ય પૂર્વમાં ઉબર ચોપરનું ઓપ્શન પણ આપે છે.

READ ALSO

Related posts

આઇપીએલમાં ટ્વીસ્ટ: બોલર્સના પ્રતાપે બેંગ્લોરને પછાડી સનરાઇઝર્સ હૈદરાબાદે જીતી લીધી મેચ

pratik shah

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

pratik shah

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!