જો હું આને ગોળી મારું છું અને તને ફસાવી દઈશ… બુલંદશહર હિંસા કાંડમાં આરોપીની બહેનનો દાવો

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં ગૌહત્યાની આશંકામાં હિંસક ભીડે પોલીસ ઈન્સ્પેક્ટર સુબોધકુમાર સિંહની હુમલામાં હત્યા કરી હતી. આ મામલામાં મુખ્ય આરોપી યોગેશ રાજ હજી ફરાર ચાલી રહ્યો છે. યોગેશરાજના પરિવારજનોએ એક ન્યૂઝચેનલ સાથે વાતચીત કરી છે. પોલીસને યોગેશરાજના ઘરની બહારની દિવાલ પર અખંડ ભારતનો નક્શો મળ્યો હતો. આરોપી યોગેશ રાજની બહેને પોતાના ભાઈને નિર્દોષ અને નાદાન ગણાવ્યો છે.

બજરંગદળમાં રહીને તેનો ભાઈ દેશની સેવા કરતો હોવાનો દાવો કરીને યોગેશ રાજની બહેને કહ્યુ છે કે ગાયને બચાવવાનું કામ તેનો ભાઈ કરી રહ્યો છે અને પોલીસ તેને ફસાવી રહી છે. આરોપીની બહેને દાવો કર્યો છે કે જ્યારે ઘટનાસ્થળે યોગેશ રાજ ગયો, તો એક પોલીસ અધિકારીએ તેને કહ્યું છે કે જો હું આને ગોળી મારું છું અને તને ફસાવી દઈશ.

Read Also 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter