GSTV
Home » News » સબ-લેફ્ટનન્ટ શિવાંગીની નૌકાદળમાં પ્રથમ મહિલા પાઈલટ તરીકે નિમણૂંક

સબ-લેફ્ટનન્ટ શિવાંગીની નૌકાદળમાં પ્રથમ મહિલા પાઈલટ તરીકે નિમણૂંક

ભારતીય નૌકાદળમાં આજે પ્રથમ મહિલા પાઈલટ તરીકે સબ-લેફ્ટનન્ટ શિવાંગીની નિમણૂંક થઈ હતી. કેપ્ટનન શિવાંગી ભારતીય નૌકાદળના સર્વેલન્સ વિમાન ડોર્નિયરની પાઈલટ બની છે. તેની નિમણૂંક કોચી ખાતેના નૌકા મથકમાં થઈ છે. 

અહીંથી તે ડોર્નિયર ઉડાવશે. 4થી ડિસેમ્બરે નૌકાદળ દિવસ ઉજવાઈ રહ્યો છે, તેેની પહેલા ઈન્ડિયન નેવીમાં આ ઐતિહાસિક પગલું લેવાયું હતું. શિવાંગીએ કહ્યું હતું કે નેવીમાં તો વર્ષોથી મહિલાઓ છે જ પરંતુ કોકપીટમાં ન હતી. હવે એ ખોટ પુરી થાય છે.

કોચી ખાતે સધર્ન નેવલ કમાન્ડના કમાન્ડર ઈન ચીફ વાઈસ એડમિરલ એ.કે.ચાવલાએ સબ લેફ્ટનન્ટ શિવાંગીને નિમણૂંક પત્ર આપ્યો હતો. આ તબક્કા સુધી પહોંચવા માટે તેણે 3 સ્ટેજની તાલીમ પ્રક્રિયામાંથી પસાર થવું પડયું હતું.

ગયા વર્ષે જુન મહિનામાં નૌકાદળમાં ભરતી પામ્યા પછી શિવાંગીએ વિવિધ પ્રકારની તાલીમમાંથી પસાર થવું પડયું હતું.  ભારતીય નૌકાદળમાં અત્યાર સુધી કોઈ મહિલા પાઈલટ ન હતી. નૌકાદળે હવે એ સિદ્ધિ પણ મેળવી લીધી છે.

સબ લેફ્ટનન્ટ શિવાંગી મૂળ બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી છે. આ પહેલા ભારતીય વાયુસેનાએ પણ મહિલા પાઈલટોની નિમણૂંક શરૂ કરી હતી. પરિણામે અત્યારે ઈન્ડિયન એરફોર્સમાં કેટલીક મહિલા પાઈલટ છે.

સૈન્યની ત્રણેય પાંખોમાં મહિલાઓ કામ કરે છે. પરંતુ અત્યાર સુધી પાઈલટ જેવી મહત્ત્વપૂર્ણ ડયુટી મહિલાઓને સોંપવામાં આવતી ન હતી. વિવિધ તાલીમોમાં પાસ થયા પછી હવે તેમને આ ડયુટી પણ સોંપાઈ રહી છે.

Read Also

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!