GSTV
Surat ગુજરાત ટોપ સ્ટોરી

હેવાનિયત/ સીસીટીવી ફૂટેજે મામા અને પિતાને શંકાના દાયરામાં મુકયા, ઉલ્ટ તપાસમાં પિતાની દુષ્કર્મની કબૂલાત કરી

સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા નેપાળી શ્રમજીવી પરિવારના ઘરમાં ઘૂસી 10 વર્ષની બાળાને પીંખી નાંખનારનો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પર્દાફાશ કર્યો છે. દુષ્કર્મનો ભોગ બનનાર બાળાએ લાંબા વાળ અને કાનમાં કડી વાળા યુવાન સંદર્ભે સ્થાનિક વિસ્તારમાં પૂછપરછમાં વિરોધાભાષ અને સીસીટીવી ફૂટેજના આધારે શંકાના દાયરામાં આવતા પોલીસે ઉલ્ટ તપાસ શરૂ કરતા સગા પિતાએ બાળા સાથે દુષ્કર્મ આચાર્યાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. 

સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા નેપાળી શ્રમજીવી પરિવારની 10 વર્ષની રીના (નામ બદલ્યું છે) અને તેના નાના બે ભાઇ-બહેન ઘરે હતા ત્યારે અજાણ્યો યુવાને ભાઇ-બહેનને બાથરૂમમાં પૂરી દઇ રીના સાથે દુષ્કર્મ આચરી ભાગી ગયો હતો. રીનાને ગુપ્તાંગમાં ગંભીર ઇજા અને બ્લીડીંગ વધુ થવાથી હાલ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતા દોડતી થયેલા સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.કે. ગુર્જર અને પીએસઆઇ બી.એમ. કરમટાએ રીનાની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં રીનાએ લાંબા વાળ અને કાનમાં કડી પહેરેલા યુવાને કુકર્મ કર્યાનું જણાવતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પરંતુ લાંબા વાળ અને કાનમાં કડી વાળો યુવાન નજરે પડયો હોવાનો સ્થાનિક રહેવાસીઓએ ઇન્કાર કરતા પોલીસ મુંઝવણમાં મુકાઇ હતી. બીજી તરફ પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રીનાના મામા અને પિતા પુષ્પેન્દ્ર શર્મા (ઉ.વ. 32 નામ બદલ્યું છે) સવારે સાડા પાંચ વાગ્યે ઘરેથી કામે નીકળ્યા બાદ ત્રણેક વખત અવરજવર કેદ થઇ હતી.

પરંતુ મામા અને પિતાએ તેઓ સવારે સાડા પાંચ વાગ્યે નીકળ્યા બાદ પરત આવ્યા જ નથી તેવું જણાવતા પોલીસે મામા અને પિતા ઉપર તપાસ કેન્દ્રિત કરી હતી. જે અંતર્ગત પોલીસની આકરી પૂછપરછમાં રીનાને અન્ય કોઇ નહીં પરંતુ સગા બાપ પુષ્પેન્દ્રએ જ હવસનો શિકાર બનાવી પીંખી નાંખી હતી. ઉલ્લેખનીય છે કે હવસખોર પુષ્પેન્દ્રએ જયારે હેવાન બનીને રીનાને પીંખી રહ્યો હતો ત્યારે તેના અન્ય બે સંતાન પણ રૂમમાં સુતેલા હતા. પોલીસે હાલમાં પુષ્પેન્દ્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે અને આકરી સજા થાય તે માટે સાંયોગિક પુરાવા એકત્ર કરી ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરવાની તજવીજ હાથ ધરી છે. 

ઉલ્ટ તપાસમાં પિતાની દુષ્કર્મની કબૂલાત

દુષ્કર્મનો ભોગ બનનાર રીનાએ નાના ભાઇ બહેનને બાથરૂમમાં પૂરી દઇ લાંબા વાળ અને કાનમાં કડી વાળો યુવાને કુકર્મ કર્યાનું પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે લાંબા વાળ અને કાનમાં કડી વાળા યુવાનની શોધખોળ શરૂ કરી હતી સ્થાનિક વિસ્તારમાં પૂછપરછ શરૂ કરી હતી. પરંતુ દિવસ દમરિયાન આવી કોઇ વ્યક્તિ નજરે પડી હોવાની વાતને સમર્થન મળ્યું ન હતું. બીજી તરફ સીસીટીવીમાં સવારથી બપોર સુધી મામા અને પિતાની અવરજવર કેદ થઇ હતી. જે મુજબ બે વખત તેના મામા અને પિતા અને ત્રીજી વખત માત્ર તેના પિતા બપોરે 12 વાગ્યાના અરસામાં ઘરમાં ગયા હતા. જેથી પોલીસે મામા અને પિતાની કડક પૂછપરછ શરૂ કરી હતી. જે અંતર્ગત પુષ્પેન્દ્રએ પુત્રીને હવસનો શિકાર બનાવ્યાની કબૂલાત કરી લીધી હતી. 

નરાધમ પિતાએ નાની પુત્રીને કહ્યું કે બહેનને આંગળીમાં વાગ્યું છે

નિંદ્રાધીન બે સંતાનની હાજરીમાં દુષ્કર્મ કરનાર પુષ્પેન્દ્રએ પોતાની હવસ સંતોષ્યા બાદ રીનાને આ વાત કોઇને કહેતી નહીં એમ કહી ધમકાવી હતી. બીજી તરફ રીનાને ગુપ્તાંગમાંથી બ્લીડીંગ અને અસહ્ય પીડા થતી હોવાથી રડી રહી હતી. જેથી નાના બંને ભાઇ-બહેન ઉઠી જતા પુષ્પેન્દ્રએ નાની પુત્રીને કહ્યું હતું કે જા તારી દાદીને કહી આવ કે બહેનને આંગળીમાં વાગ્યું છે તો લોહી નીકળે છે એમ કહી પોતાનું પાપ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો.

પંદર દિવસ અગાઉ પણ કુકર્મનો પ્રયાસો કર્યોઃ રીનાએ માતાને જાણ કરી પરંતુ…

સગી પુત્રીને હવસનો શિકાર બનાવનાર પુષ્પેન્દ્રએ પંદર દિવસ અગાઉ પણ રીના સાથે કુકર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઇક કારણોસર પુષ્પેન્દ્ર હવસ સંતોષવામાં સફળ થઇ શકયો ન હતો. પિતાની હેવાનીયત ભરી હરકત અંગે રીનાએ તેની માતાને જાણ કરી હતી. પરંતુ માતાએ એવું કહ્યું હતું કે તારા પિતા છે એ આવું કયારેય નહીં કરે એમ કહી રીનાની વાતને અવગણી હતી અને ગત રોજ પુષ્પેન્દ્રએ હેવાનીયત ભર્યુ કૃત્ય કર્યું હતું. 

READ ALSO:

Related posts

ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની ઘેલછા ભારે પડી, બોટ મારફતે નદી પાર કરતાં કરતાં ઉછાળા મારતા વહેણમાં ડૂબી ગયાને ચાર લોકોએ જીવ ખોયા

pratikshah

અમદાવાદ! સિવિલમાં મુખ્યમંત્રીએ લીધી CPRની ટ્રેનિંગ , કોરોનાની ગંભીર મહામારી પછી યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું

pratikshah

BIG NEWS: ચાઇલ્ડ હેલ્પલાઇનની ટીમને મળી સફળતા! દેહવિક્રયમાં ધકેલાઈ રહેલી ત્રણ બાળાઓને બચાવી, એક નરાધમને પણ દબોચ્યો

pratikshah
GSTV