GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

યુપીનાં સોનભદ્રનાં પર્વતોમાંથી અદભૂત ખજાનો મળ્યો, ગોલ્ડ સહિત અન્ય ધાતુઓ પણ મળી આવી

દેશમાં ઘણા વર્ષોથી પુરાત્તવવિદોને શોધખોળ દરમ્યાન અવનવી અને હેરાન કરવાવાળી શોધો મળી આવી છે, ત્યારે અમુક શોધો એ શોધકર્તાઓને પણ અંચાબામાં નાખી દે તેવી શોધો થઈ છે. ત્યારે દેશનાં સોનાંચલના નામથી પ્રસિદ્ધ ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના પહાડોમાંથી અદભૂત સોનાનો ભંડાર મળી આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં પથ્થરો સાથે સોનું, લોખંડ સહિતના તત્વ મળવાની અટકળો વચ્ચે હવે નક્કર માહિતી સ્પષ્ટ રીતે સામે આવી છે.

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના પહાડોમાંથી અદભૂત સોનાનો ભંડાર મળી આવ્યો

જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને આ પહાડોમાંથી અંદાજે સાડા ત્રણ હજાર ટન સોનાનો ભંડાર મળી આવ્યો છે. માત્ર સોનુ જ નહીં પણ આસપાસના અન્ય વિસ્તારમાંથી વિવિધ ધાતુંઓ હોવાનું પણ અનુમાન છે. સોનભદ્ર જિલ્લાના પનારી ગામની સોન પહાડીમાં 2943.26 ટન સોનુ હોવાનો તેમજ પડરછ ગ્રામ પંચાયતના હરદીમાં 646 કિલો સોનુ હોવાની વાત જીયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ જણાવી છે.

સોનું સહિત 90 ટન એંડાલૂસાઇટ, 9 ટન પોટાશ, 15 ટન લોખંડ તેમજ લાખો ટન સિલેમાઇટ મળ્યું

સોનાની આ ધાતુમાંથી અંદાજે 1500 ટન સોનું મેળવી શકાય. હાલમાં તો જિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ દ્વારા આ પહોડોના સિમાંકનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સિવાય સોનભદ્ર જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી વિવિધ ધાતુઓનો જથ્થો પણ મળી આવ્યો છે. જેમાં 90 ટન એંડાલૂસાઇટ, 9 ટન પોટાશ, 15 ટન લોખંડ તેમજ લાખો ટન સિલેમાઇટ નો સમાવેશ થાય છે. હાલમાં સર્વે માટે સાત સભ્યોની ટીમ બનાવવામાં આવી છે, જે સર્વેનું કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ધાતુઓથી ઉત્તર પ્રદેશ સરકારના ખજાનામાં વધારો થશે.

READ ALSO

Related posts

લોકડાઉનની અજીબોગરીબ અસર, દુનિયાના આ દેશમાં મચ્છરોના કદમાં ચારગણો વધારો થયો

Ankita Trada

અમદાવાદમાં કુલ 361 પોલીસકર્મીઓ કોરોનાના રોગચાળામાં સપડાયા: 273 સ્વસ્થ, 4ના મોત

Bansari

અંબાજીના ‘ચુંદડીવાળા માતાજી’નો પાર્થિવદેહ શ્રદ્ધાળુઓના દર્શનાર્થે, ગુરુવારે આશ્રમ ખાતે અપાશે સમાધિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!