GSTV
Gujarat Government Advertisement

સીજેઆઈને કોઈ અન્ય વ્યક્તિ કંટ્રોલ કરી રહ્યું હતું : જસ્ટિસ કુરિયન જોસેફ

Last Updated on December 3, 2018 by Karan

તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત થયેલા જસ્ટિસ કુરિયન જોસેફે ચોકાવનારો દાવો કર્યો છે. જસ્ટિસ જોસેફે જણાવ્યુ કે, સીજેઆઈને કોઈ અન્ય વ્યક્તિ કંટ્રોલ કરી રહ્યા હતા. 12 જાન્યુઆરીના રોજ એક વિવાદિત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ કોન્ફરન્સ કરવા પાછળ અનેક કારણો હતા. જેમાંથી એક કારણ સીજેઆઈને કોઈ અન્ય કંટ્રોલ કરી રહ્યુ હોવાનું પણ હતુ. આ ઉપરાંત તેમણે ન્યાયાધિશને ફાળવવામાં આવતા કેસ મામલે પણ ન્યાયાધિશોએ સવાલ ઉઠાવ્યા હતા.

એક ખાનગી સમાચાર પત્રને આપેલા ઇન્ટરવ્યુમાં જસ્ટીસ જોસેફે કહ્યુ હતુ કે, છેલ્લા થોડા મહિનાથી સુપ્રીમ કોર્ટમાં બહારથી નિયત્રણ થઈ રહ્યુ હતુ. જેની સીધી અસર કેટલાક મહત્વના પરીબળો પર થઈ રહી હતી. મહત્વપૂર્ણ છે કે, જસ્ટિસ જોસેફ તાજેતરમાં નિવૃત થયા છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે, જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેની પાછળ અમને કોઈ અફસોસ નથી.

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!