આ ઉનાળાની ઋતુએ દરેકની હાલત ખરાબ કરી દીધી છે. એક તરફ જ્યાં ઉનાળો પોતાની સાથે ગરમ પવનો સાથે આકરો સૂર્યપ્રકાશ લઈને આવ્યો છે, તો બીજી તરફ આ ઋતુની સાથે તમારી મનપસંદ કેરી પણ આવે છે. કેરી મોટા ભાગના લોકોને પસંદ છે અને તેમાંથી બનાવેલ શેક, આઈસ્ક્રીમ અને પન્ના પણ લોકો ખૂબ જ ભાવથી ખાય છે અને પીવે છે. આમરસ હોય કે મેંગો શેક, લોકોને દરેક રૂપમાં કેરી ગમે છે. જો તમને પણ કેરી પસંદ છે, તો અમે તમારા માટે સ્ટફ્ડ મેંગો કુલ્ફીની રેસિપી લઈને આવ્યા છીએ. સ્ટફ્ડ મેંગો કુલ્ફી બનાવવા માટે આપણને કઇ સામગ્રી જોઇશે ચાલો જોઈએ…

સામગ્રી
- ફુલ ક્રીમ દૂધ – 1.25 લિટર/5 કપ
- કેરી – 6-8
- ખાંડ – 70 ગ્રામ / ત્રણ કપ
- પિસ્તા – મુઠ્ઠીભર

સ્ટફ્ડ મેંગો કુલ્ફીની રેસિપી
દૂધ ગરમ કરો અને તેને 1/3 ભાગનું થાય ત્યાં સુધી ઉકાળો. હવે ખાંડ ઉમેરો, મિક્સ કરો અને સંપૂર્ણપણે ઠંડુ કરો અને પિસ્તા ઉમેરો. હવે આપણે કેરીનો સંપૂર્ણ આકાર જઇવાઇ રહે તે રીતે કેરીની ગોટલી કાઢી નાખવાની છે. કેરીને હળવા હાથે દબાવી લો અને કેરીની છાલ ન કાઢો. કેરીનો ઉપરનો ટોપીનો ભાગ કાપીને ઉપરથી કાઢી નાખો. હવે છરીનો ઉપયોગ કરીને, કેરીના બીજની આસપાસના પલ્પને દબાવીને ઢીલો કરો. ગોટલીના સ્થાને મજબૂત રીતે પકડી રાખો અને તેને વધુ ઢીલું કરવા માટે તેને દબાવતા રહો. હવે તેને બહાર કાઢો. કેરીને એક નાના કપમાં મુકો જેથી કરીને તે સીધી રહે. ગોટલીમાંથી પલ્પ કાઢી લો અને તેને કેરીની ખાલી છાલમાં પાછું ઉમેરો. કેરીના આ પોલાણને કુલ્ફીના મિશ્રણથી ભરો. મેંગો કેપને પાછી મૂકો અને તેને ફ્રીઝ કરો. સેટ કર્યા પછી, કેરીને છોલી લીધા પછી તેના કટકા કરી સર્વ કરો. પિસ્તાથી ગાર્નિશ કરીને ઠંડુ ઠંડુ સર્વ કરો.
Read Also
- આર્થિક તંગીથી કંટાળેલા રત્ન કલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ, માતા- પુત્રીનું કરૂણ મોત
- BIG NEWS: શું વધશે EMI અથવા મળશે રાહત? RBI કરશે રેપો રેટ પર મોટી જાહેરાત
- સાઉથની રિમેક; બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ ફિલ્મ ‘શહેઝાદા’ના વેતન બાકી
- Adipurush/ પ્રમોશનલ ઈવેન્ટમાં જ નિર્માતાઓએ કર્યો કરોડોનો ખર્ચ
- Facebook, Instagram પર ચૂકવણી કરીને બ્લુ ટિક મેળવી શકાશે, ભારતમાં વેરિફાઈડ એકાઉન્ટ સેવા શરૂ