GSTV

સરકારે દેશના નાગરિકોને આપ્યો ઝટકો, વિદેશમાં અભ્યાસ અને ફરવા જવુ થશે મોંઘુ

જો કોઈ વ્યક્તિ વિદેશમાં ફરવા કે અભ્યાસ કરવા માટે વિચારી રહ્યા છે તો, જલ્દી કરજો. કારણે કે, આગામી સમયમાં તમારી વિદેશ યાત્રા ખૂબ જ મોંઘી થવાની છે. જણાવી દઈએ કે, આગામી 1 એપ્રિલ 2020 બાદ વિદેશી ટૂર પેકેજ ખરીદવું અને વિદેશમાં કોઈ પણ પ્રકારનું ફંડ ખર્ચ કરવુ મોંઘુ થઈ રહ્યુ છે. જે કોઈ વિદેશી ટૂર પેકેજ ખરીદે છે અથવા વિદેશની કરન્લી એક્સચેન્જ કરાવે છે તો, 7 લાખ રૂપિયાથી પણ વધારેની રકમ પર ટેક્સ કલેક્શન એટ સોર્સ એટલે કે (TCS) આપવો પડશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સામાન્ય બજેટ 2020માં સેક્શન 206cમાં સંશોધન કરી વિદેશી ટૂર પેકેજ અને ફંડ પર TCS લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.

જો કોઈ વિદેશમાં ટ્રાવેલ, શિક્ષા, કોઈને ગીફ્ટ મોકલશે, કોઈ વસ્તુમાં રોકાણ કરશે અને અન્ય પ્રકારનો કોઈ ખર્ચ કરશે તો, આરબીઆઈના લિબરલાઈજ્ડ રેમિટેન્સ સ્કીમ હેઠળ રેગ્યુલેટ થશે. જે હેઠળ ઉચ્ચતમ સીમા એક નાણાકિય વર્ષમાં 2.5 લાખ ડોલર રૂપિયા નક્કી કરવામાં આવી છે. 70 રૂપિયાના એક્સચેન્જ રેટના હિસાબથી આ રકમ લગભગ 1.75 કરોડ રૂપિયા થાય છે.

શું છે નવો નિયમ

ઈનકમ ટેક્સ એક્ટ 1961 ના સેક્શન 206C હેઠળ જો કોઈ સત્તાવર ડીલર એક નાણારિય વર્ષમાં 7 લાખ રૂપિયાથી વધારે રકમને એલઆરએસ થકી વિદેશમાં ફંડ મોકલશે તો, તેમને 5 ટકાના દરથી TCS આપવો પડશે. આ નિયમમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, આ TCS ને વિદેશી ટૂર પેકેજ વેચનાર સેલને TCS ખરીદવાની જવાબદારી હશે. જો પાન અથવા આધારકાર્ડ આપવામાં આવતુ નથી તો, 5 ટકાની જગ્યા પર 10 ટકાના દરથી TCS આપવો પડશે.

વિદેશોમાં અભ્યાસ થશે મોંઘો

આ વિદેશી ટૂર પેકેજમાં ભારતની બહાર કોઈ એક દેશ અથવા ઘણા દેશના ટૂર પેકેજ સામેલ છે. જેમાં ટ્રાવેલ ખર્ચ, હોટલમાં રોકાવાનો ખર્ચ, બોર્ડિંગ, લોજિંગ સહીત અન્ય પ્રકારના બધા જ ખર્ચનો સમાવશે થાય છે. સરકાર આ પ્રસ્તાવ બાદ હવે વિદેશોમાં અભ્યાસ માટે જવાને લઈને વેકેશન માણવુ પણ મોંઘુ થઈ જશે.

જો કે, જ્યારે જાણકારોને પૂછવામાં આવ્યુ કે, શુ બેન્ક અથવા મની ચેન્જર્સ થકી વિદેશી કરન્સી એક્સચેન્જ કરવા પર પણ 5 ટકાના દરથી TCS આપવો પડશે? તો જાણકારોઅ કહ્યુ કે, કોઈપણ સત્તાવાર વ્યક્તિ જે ગ્રાહકો પાસેથી આ પ્રકારનું પેમેન્ટ લેશે તો, તે માટે તેમણે 5 ટકાના દરથી TCS કપાવો પડશે.

મળી શકે છે રિફન્ડ

ફાઈનાન્શિયલ એક્સપ્રેસે પોતાની એક રીપોર્ટમાં નિષ્ણાંત દ્વારા લખ્યુ છે કે, વાસ્તવિક રીતે વિદેશ યાત્રા મોંઘી નહી થાય. ખરેખર તો ઈનકમ ટેક્સ દાખલ કરી તેના પર રિફંડ ક્લેમ કરી શકે છે. નિષ્ણાંતોએ જણાવ્યુ કે, ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવેલ TCSને ઈનકમ ટેક્સ રિટર્ન દાખલ કરી રિફંડ માટે ક્લેમ કરી શકાય છે. જો કે, આ રિફંડ માત્ર તે જ લોકને મળશે, જે ITR દાખલ કરે છે.

READ ALSO

Related posts

કોરોનાના સંભવિત ખતરાથી બચવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, વાયરસ સામે આપશે રક્ષણ

Ankita Trada

લોકડાઉનનું ઉલ્લંઘન કરતાં પકડાયા તો 2 વર્ષની જેલની સજાની છે જોગવાઈ

Nilesh Jethva

Corona નો કહેર, દેશની આ એરલાઈન્સે પોતાના 200 કર્મચારીઓના કોન્ટ્રેક્ટ કર્યા સસપેન્ડ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!