GSTV
Home » News » બીમારીથી દૂર રહેવું હોય તો દૂર રહો પૈસાથી, વિશ્વાસ ન આવતો હોય તો વાંચો

બીમારીથી દૂર રહેવું હોય તો દૂર રહો પૈસાથી, વિશ્વાસ ન આવતો હોય તો વાંચો

શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તમારા જ પૈસા તમને બિમાર કરી શકે છે? તમે વિચારશો કે આવું કેવી રીતે શક્ય છે? પરંતુ આ સવાલ નાના વેપારીઓના દેશવ્યાપી સંગઠન કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીને પૂછ્યો છે. કારણ કે બે રિસર્ચ રિપોર્ટમાં તેવો દાવો કરવામાં આવ્યો છે કે ચલણી નોટો અનેક પ્રકાની બિમારીઓને નોતરી સકે છે. સંગઠનનું કહેવું છે કે જો આ દાવા સાચા છે તો તે બિમારીઓથી બચવાના ઉપાય પણ હોવા જોઇએ.

રિપોર્ટસ અનુસાર ચલણી નોટો અનેક હાથોમાંથી પસાર થઇને તમારા સુધી આવે છે. જેમાં ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકો પણ હોય છે. આ જ કારણે ચલણી નોટો અનેક પ્રકારના જંતુઓના સંપર્કમાં આવે છે. જેનાથી હંમેશા બિમારીઓ ફેલાવાનો ભય રહે છે. સંગઠને પત્ર લખનીને એક કૉપી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી ડૉ.હર્ષવર્ધનને પણ મોકલી છે. સંગઠનનું માનવું છે કે સરકાર ઉપરાંત મેડિકલ એસોશિએશન અને મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયાએ પણ આગળ આવવું જોઇએ.

સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ જણાવ્યું કે જો આ રિસર્ચ રિપોસ્ટ્સ સાચી હશે તો ચલણી નોટો ફક્ત વેપારીઓ માટે જ નહી પરંતુ સામાન્ય ગ્રાહકો માટે પણ ખતરનાક છે. કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ હેઠળ કામ કરતી સંસ્થા ઇન્સ્ટિટ્યુટ ઑફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજીની રિસર્ચમાં ચલણી નોટોમાં 78 પ્રકારની બિમારીઓ ફેલાવનારા બેક્ટેરિયા મળ્યાં છે. તેવામાં મોટાભાગની નોટોમાં પેટમાં ગરબડ થવી, ટીબી અને અલ્સર જેવી બિમારીઓ ફેલાવનારા બેક્ટેરિયા મળી આવ્યાં છે.

જાપાન અને યુરોપના અનેક દેશોમાં નોટોના મશીનો દ્વારા બેક્ટેરિયો મુક્ત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ જર્નલ ઑફ કરન્ટ માઇક્રોબાયોલોજી એન્ડ એપ્લાઇડ સાયન્સીઝે તમિલનાડુના તિરુનેલવેલી મેડિકલ કોલેજમાં 2016માં કરન્સી નોટો પર રિસર્ચ કર્યુ હતું. જે 120 નોટો પર રિસર્ચ કરવામાં આવી છે તેમાંથી 86.4 ટકા નોટો પર બેક્ટેરિયા મળી આવ્યાં છે. આ નોટોને બેન્ક, બજાર, મીટના વેપારી, વિદ્યાર્થીઓ અને ગૃહિણીઓ પાસેથી લેવામાં આવી છે.

Related posts

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Ankita Trada

પાણીમાં ડૂબતી જોવા મળી પ્રીતિ ઝિન્ટા, કુતરાએ આવી રીતે બચાવી કે અભિનેત્રીએ ટ્વિટર પર જણાવી કહાની

Ankita Trada

કોડીની કિંમતે વેચાઈ રહ્યુ છે Heroનું આ Electric સ્કૂટર, કંપની આપી રહી છે જબરદસ્ત છૂટ!

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!