GSTV
Gujarat Government Advertisement

ભારતની આ રસી કોરોના વાયરસના તમામ વેરિયંટ પર છે સૌથી વધુ અસરકારક: રિસર્ચમાં કરાયો દાવો

Last Updated on May 16, 2021 by Pritesh Mehta

ભારતની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન વાઈરસના તમામ વેરિએન્ટ પર અસરકારક છે. કોવેક્સિન તૈયાર કરતી ભારત બાયોટેક કંપનીએ કહ્યું કે, તેમની વેક્સિન કોરોના વાઈરસના બી.1.617 અને બી 1.1.7 સહિતના તમામ પ્રકારના વેરિએન્ટ વિરુદ્ધ અસરકારક છે. કંપનીએ કહ્યું કે, વેક્સિન વેરિએન્ટની સરખામણીએ બી.1.617 વેરિએન્ટમાં ન્યૂટ્રલાઈજેશનમાં નજીવી ખામી જોવા મળી છે.

વેક્સિન રસી

જોકે છતાં ટીકા વાઈરસ વિરુદ્ધ અસરદાર અને સુરક્ષિત છે. બ્રિટનમાં સૌપ્રથમ મળેલ બી.1.1.7 અને વેક્સિન સ્ટ્રેન વચ્ચે ન્યૂટ્રલાઈજેશનમાં કોઈ ખામી જોવા મળી નથી. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા કરવામા આવેલા એક અભ્યાસમાં કોવેક્સિનની અસરકારકતા સંબંધિત આ દાવો કરાયો છે.

ભારત બાયોટેકે જણાવ્યું છે એક બી.1.1.7 (પહેલા યુકેમાં મળેલ) અને વેક્સિન સ્ટ્રેન (ડી614જી) વચ્ચે ન્યુટ્રલાઇઝેશનમાં કોઈ ભેદ નથી જોવા મળ્યો. ભારત બાયોટેકએ જાણવું છે કે આ નિષ્કર્ષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલીજી ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સહયોગથી કરવામાં આવેલ એક અભ્યાસમાં સામે આવ્યું છે.

કોવેક્સિન

જણાવી દઈએ કે કોવેક્સિન તે ત્રણ રસી માંથી એક છે જેને ભારત સરકારે ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. સરકારે દેશમાં સૌથી પહેલા કોવિશીલ્ડને મંજૂરી આપી હતી ત્યારબાદ કોવેક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. હવે તાજેતરમાં જ રશિયાની સ્પુતનિક-વીને મંજૂરી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અત્યાર સુધી દેશભરમાં કોવિડ-19 રસીની કુલ 18,22,20,164 ડોઝ આપી દેવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!