GSTV
India News Trending

હિઝાબ વિવાદ/ શાળા-કોલેજના ડ્રેસકોડનું પાલન ન કરતા વિદ્યાર્થીઓ દેશ છોડીને ચાલ્યા જાય : સંઘના નેતા

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતા કલ્લાડકા પ્રભાકર ભટે હિઝાબ વિવાદ મુદ્દે એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું. સંઘના આ નેતાએ કહ્યું હતું કે શાળા-કોલેજોના ડ્રેસકોડનું પાલન ન કરતાં વિદ્યાર્થીઓ દેશ છોડીને ચાલ્યા જાય.

મેંગ્લુરુ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેલા સંઘના નેતા કલ્લાડકા પ્રભાકર ભટે વિદ્યાર્થીઓને સંબોધતી વખતે કહ્યું હતું કે ભારત દેશ દુનિયાનો સૌથી સેક્યુલર દેશ છે. ભારતમાં જેટલી ધર્મનિરપેક્ષતા છે એટલી બીજા કોઈ દેશમાં નથી. છતાં ભારતમાં ખોટા મુદ્દે વિવાદ સર્જવામાં આવે છે.

સંઘના નેતાએ ઉમેર્યું હતું કે શાળા-કોલેજના ડ્રેસકોડનું જેમને પાલન ન કરવું હોય એ વિદ્યાર્થીઓ દેશ છોડીને ચાલ્યા જાય. ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા છે, પરંતુ શૈક્ષણિક સંસ્થાઓના નિયમો પાળવા બંધારણનો ભાગ છે. તેમણે મુઘલ સામ્રાજ્ય બાબતે પણ ટીપ્પણી કરી હતી. મુગલો ભારતના ભવ્ય ઈતિહાસનો હિસ્સો નથી. વિદેશી આક્રમણખોરોએ દેશના ઈતિહાસને બદલી નાખ્યો.

તેમના નિવેદન પછી બે-ત્રણ વિદ્યાર્થી સંગઠનોએ સંઘના નેતાના વિરોધમાં પ્રદર્શનો કર્યા હતા. વિદ્યાર્થીઓની દલીલ હતી કે તેમણે યુનિવર્સિટીમાં આવીને ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યો હોવાથી વાતાવરણ ડહોળાયું છે. વિદ્યાર્થીઓને ભડકાવીને તેમણે યુનિવર્સિટીના શાંત વાતાવરણમાં ઘર્ષણ થાય એવી સ્થિતિ સર્જી છે એવો આરોપ વિદ્યાર્થી નેતાઓએ મૂક્યો હતો.

જોકે, યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું હતું કે સંઘના નેતા વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમમાં આવ્યા હતા અને એ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ યોજ્યો હતો. યુનિવર્સિટીની તેમાં કોઈ ભૂમિકા ન હતી.

Read Also

Related posts

સાવધાન/ કુરીયર છોડાવવા માટે નાણાં ભરવાની લીંક મોકલીને ૧.૧૯ લાખની છેતરપિંડી, જાણો સમગ્ર મામલો

Damini Patel

સિવિલમાં જુનિયર ડોક્ટરોની હડતાળ: ૧૦ દિવસમાં ૬૦૦ ઓપરેશન રદ; ઓપીડીમાં લાંબી લાઇનો

Damini Patel

મહારાષ્ટ્રમાં મહાભારત / શું એકનાથ શિંદે સામે હથિયાર હેઠા મુકવા તૈયાર છે ઉદ્ધવ ઠાકરે? આડકતરી રીતે આપી દીધી આ ઑફર

Karan
GSTV