GSTV
Home » News » ગામડાંઓમાં ડૉક્ટર તરીકે સેવા ન આપનાર વિદ્યાર્થીઓ પાસે રૂા.20 લાખ વસૂલાશે

ગામડાંઓમાં ડૉક્ટર તરીકે સેવા ન આપનાર વિદ્યાર્થીઓ પાસે રૂા.20 લાખ વસૂલાશે

ગુજરાતની સરકારી મૅડિકલ કોલેજોમાં અભ્યાસ કરીન તૈયાર થનારા એમબીબીએના વિદ્યાર્થીઓએ ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવા આપવા માટે અત્યાર સુધી રૂા.૫ લાખના બોન્ડ આપવાની જોગવાઈમાં વધારો કરીને ૫ લાખના બોન્ડ ઉપરાંત રૂા. ૧૫ લાખની વધારાની ગેરન્ટી પણ આપવામાં આવશે. આમ ગ્રામીણ વિસ્તારમાં પહેલા જે ત્રણ વર્ષ માટે સેવા આપવાની જોગવાઈ હતી તેને બદલે હવે એક વર્ષની જોગવાઈ દાખલ કરવામાં આવી છે અન ેતેની સામે બોન્ડ પેટે જે રૂા. ૫ લાખ લેવાતા હતા તે વધારીને ૨૦ લાખ કરી દેવામાં આવ્યા છે.

એમબીબીએસમાં પ્રવેશ લેતી વખતે જ મેડિકલ કૉલેજન ડીનને રૂા.૨૦ લાખના બોન્ડ સુપરત કરવા પડશે. તેની સાથે એક વર્ષ માટે ગામડાંમાં ફરજિયાત પ્રેક્ટિશ કરવાની બાંયધરી આપવી પડશે.  રૂા.૧૫ લાખની ગેરન્ટી કે મિલકતી ગેરન્ટી આપવી પડશે.આ રકમ જમા ન કરાવનારા વિદ્યાર્થીઓને મેડિકલ કાઉન્સિલ તરફથી પ્રેેક્ટિશ કરવાનું સર્ટિફિકેટ આપવામાં આવશે જ નહિ. એમબીબીએસનો વિદ્યાર્થી રૂા.૨૦ લાખ જમા કરાવે તે પછી જ તેને ખાનગી પ્રેક્ટિશ  કરવાનું પ્રમાણપત્ર મેડિકલ કાઉન્સિલ દ્વારા આપવામાં આવશે.

નવા નિયમો ચાલુ વર્ષથી જ અમલમાં આવી જશે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ રકમ ન જમા કરાવનારા વિદ્યાર્થીઓને મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા તરફથી પ્રેક્ટિશ કરવાનું સર્ટિફિકેટ આપવામાં આવશે નહિ. તેમણે કહ્યું હતું કે સરકારી મેડિકલ કોલેજોમાં એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને આ જોગવાઈ લાગુ પડશે. 

અત્યારે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે રૂા. ૫ લાખનો બોન્ડ અને ત્રણ વર્ષ સુધી ગ્રામીણ વિસ્તારમાં આવેલી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. આ જોગવાઈ હેઠળ આવતા વિદ્યાર્થીઓ પણ ઇચ્છે તો તેમની બોન્ડ આજે જાહેર કરવામાં આવેલી નવી શરત મુજબના કરાવી શકે છે. 

અત્યારે એમબીબીએસના ફાઈનલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ તેમણે આપેલા રૂા. ૫ લાખના બોન્ડ ઉપરાંત રૂા.૧૫ લાખની ગેરન્ટી રૂા.૩૦૦ના નોટરાઈઝ સ્ટેમ્પ પેપર પર લખીને આપશે તો તેમને પણ ત્રણ વર્ષને બદલે એક વર્ષ માટે જ ગ્રામીણ વિસ્તારમાં સેવા આપવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. 

આ રકમ જમા ન કરાવનારા વિદ્યાર્થીઓને મેડિકલ કાઉન્સિલ તરફથી પ્રેેક્ટિશ કરવાનું સર્ટિફિકેટ આપવામાં આવશે જ નહિ, એમ નીતિન પટેલે આજે પત્રકાર પરિષદમાં બોલતા જણાવ્યું હતું. રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં તબીબોની ઘટ ઓછી કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા છે. 

તેમણે કહ્યું હતું કે રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તા લક્ષી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલ્સમાં તબીબોની ઘટને પહોંચી વળવા માટે ધારાસભ્યો અને નાગરિકો દ્વારા વારંવાર ફરિયાદ કરવામાં આવતી હતી. સરકાર સંચાલિત મેડિકલ કૉલેજોમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને અભ્યાસ કરે છે. તેમને બહુ જ ઓછી ફી લઈને ભણાવવામાં આવે છે. તેથી ગ્રામીણ વિસ્તારની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ગ્રામીણ વિસ્તારમાં એક વર્ષ માટે સેવા આપવી ફરજિયાત છે.

ત્રણ વર્ષની શરત હેઠળના વિદ્યાર્થીઓ નવી જોગવાઈનો લાભ લઈ શકશે

એમબીબીએસમાં અભ્યાસ કરતાં અને ત્રણ વર્ષ ગ્રામીણ વિસ્તારમાં સેવા કરવા નિયમથી બંધાયેલા વિદ્યાર્થીઓ હવે એક વર્ષ માટે ગ્રામીણ વિસ્તારમાં જવાની જોગવાઈનો લાભ લઈ શકશે. એમબીબીએસના ફાઈનલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પણ તેમણે આપેલા રૂા. ૫ લાખના બોન્ડ ઉપરાંત રૂા.૧૫ લાખની ગેરન્ટી રૂા.૩૦૦ના સ્ટેમ્પ પેપર પર લખીને આપશે તો તેમને પણ ત્રણ વર્ષને બદલે એક વર્ષ માટે જ ગ્રામીણ વિસ્તારમાં સેવા આપવાની સુવિધા પૂરી પાડવામાં આવશે, એમ નીતિન પટેલે આજે પત્રકાર પરિષદમાં બોલતા જણાવ્યું હતું.

વિદ્યાર્થીના પરિવારે છ વર્ષ માટે બૅન્કમાં ૧૬.૫ લાખ મૂકવા પડશે

ગુજરાત સરકારે દાખલ કરેલી નવી સિસ્ટમ હેઠળ બૅન્ક ગેરેન્ટી મૂકવા માટે વિદ્યાર્થીઓના પરિવારોએ અભ્યાસક્રમની લાખોની ફી ઉપરાંત રૂા.૧૫ લાખની બૅન્ક ગેરેન્ટી સામે રૂા.૧૬.૫ લાખ ફિક્સ્ડ ડિપોઝિટ પેટે બૅન્કમાં જમા કરાવવી પડશે. આ રકમ વિના તેમને બૅન્ક ગેરન્ટી મળી શકશે નહિ. પરિણામે ફી ઉપરાંત રૂા.૧૬.૫ લાખ અને બોન્ડના રૂા. ૫ લાખ મળીને રૂા.૨૧ લાખનો વધારાનો બોજ વેંઢારવો પડશે. નવી જોગવાઈને પરિણામે મેરિટમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓના માતા-પિતા પર પણ ખર્ચનો બોજો વધી જશે.

READ ALSO

Related posts

BJP માટે “અશુભ ઓગષ્ટ”, બાજપેયી, સુષ્મા અને હવે જેટલી આ મહિને જ દુનિયાને કહ્યુ અલવિદા

Mansi Patel

અરૂણ જેટલીનો બજેટમાં લાજવાબ શાયરાના અંદાજ, ‘कुछ तो फूल खिलाये हमने और कुछ फूल खिलाने हैं’

Mayur

માત્ર થોડા હજારમાં ફરી શકો છો આખુ અઠવાડિયું યૂરોપમાં, આ રીતે કરો પ્લાનિંગ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!