GSTV
Home » News » વિદ્યાર્થીઓનું દિલ્હી પોલીસ હેડક્વાટર પર પ્રદર્શન, કાર્યવાહીનાં વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર

વિદ્યાર્થીઓનું દિલ્હી પોલીસ હેડક્વાટર પર પ્રદર્શન, કાર્યવાહીનાં વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર

જામિયા વિસ્તારમાં રવિવારે ઉગ્ર હિંસક વિરોધ થયો હતો. ત્યાર બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી પ્રદશર્નકર્તાઓને ત્યાંથી ભગાડ્યા હતા. પોલીસ કર્મચારીઓએ તોફાનકારીઓનાં જામિયા મિલીયા યુનિવર્સિટીમાં ઘૂસેલા હોવાની શંકાના આધારે તમામ વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી હાંકી કાઢ્યા હતા.

જો કે, યુનિવર્સિટી વહીવટી તંત્ર અને વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે પોલીસે તેમની સાથે બર્બરતા કરી હતી. જામિયા વહીવટી તંત્રે મીડિયાને જણાવ્યું હતું કે પોલીસે કેમ્પસમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં કાર્યરત વિદ્યાર્થીઓ અને સ્ટાફને માર માર્યો હતો.

રવિવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ તમામ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટી વહીવટી તંત્રના લોકો આઈટીઓ, દિલ્હી સ્થિત પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા હતા અને પોલીસની કથિત નિર્દયી કાર્યવાહી સામે વિરોધ શરૂ કર્યો હતો.

બસોમાં આગ બુઝાવતી વખતે પ્રદર્શનકારીયોએ વાહનો ઉપર પણ હુમલો કર્યો, જેમાં ફાયરમેનને મોટી ઈજાઓ પહોંચી હતી. જામિયાના પુસ્તકાલયમાં પણ તોડફોડ કરવામાં આવી છે. થોડા સમય માટે અંધાધૂંધીની પરિસ્થિતિ બાદ પોલીસે હવે આ વિસ્તારમાં ફ્લેગ માર્ચ હાથ ધરી છે. હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

નાગરિકતા કાયદા પર દેશભરમાં વિરોધ પ્રદર્શન સતત વધી રહ્યું છે. દિલ્હીના જામિયા નગરમાં પ્રદર્શનકારીઓનું આંદોલન હિંસક બન્યું હતું.પોલીસે ઈસ્લામિયા યુનિવર્સિટીમાં ઘુસીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોન સાથે મારપીટ કરી. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હી ભાજપ પ્રમુખ મનોજ તિવારીએ ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી. હિંસક પ્રદર્શનને લઈ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે.

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો

દિલ્હીના ઓખલા, જામિયા, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની અને મદનપુર ખાદર વિસ્તારમાં સ્કૂલો બંધ

તેમણે કહ્યુંકે દિલ્હીના ઓખલા, જામિયા, ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની અને મદનપુર ખાદર વિસ્તારમાં સ્કૂલો બંધ રહેશે.તો જામિયા મિલિયા યુનિવર્સિટીમાં જાહેર થયેલી પરીક્ષાઓ મોકૂફ રહી છે. સાથે જે યુનિવર્સિટીને છ જાન્યુઆરી સુધી બંધ કરી દેવાઈ છે. દિલ્હી પોલીસે કહ્યું કે જામિયા મિલિયા યુનિવર્સિટીમાં સ્થિતિ નિયંત્રણમાં છે. હિંસક ટોળામાંથી કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી.

READ ALSO

Related posts

દિલ્હી હિંસા : 14 ક્લાકમાં 2 મોટી બેઠકો યોજાઈ, ગૃહ મંત્રી- મુખ્યમંત્રી વચ્ચે હાઈ લેવલ મીટિંગ

pratik shah

મોટેરામાં તેઓ મારા માટે નહીં પણ તમારા માટે આવ્યા હતા, ટ્રમ્પે ખુલ્લાદીલે કર્યો આ ખુલાસો

Mansi Patel

અમેરિકા સાથે ડિફેન્સ ડીલ પાક્કી, ટ્રેડ ડીલ માટે મોદી સરકારે પ્રથમ સ્ટેજ પાર કર્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!