GSTV
Gujarat Government Advertisement

રાજ્ય સરકારે ભલે ધોરણ 10-12ની પરીક્ષા મોકૂફ રાખી છતાં હજુ વાલીઓ આ બાબતને લઇ અસમંજસમાં

Last Updated on April 15, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં સર્જાયેલી કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારે આજે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખી છે. આ સાથે જ ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ કરી છે. પરંતુ સરકારની જાહેરાતમાં માહિતીના અભાવથી વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે.

સરકારે ફી અંગે પણ સ્પષ્ટતા કરવી જોઇએ તેવી વાલીઓની માંગ

સરકારે પોતાની જાહેરાતમાં વાલીઓએ અગાઉ ભરેલી ફી અંગે કોઇ પણ જાતની સ્પષ્ટતા નથી કરી. એટલે કે ફી પરત મળશે કે કેમ તે અંગે વાલીઓમાં અસમંજસતા છે. ત્યારે વાલીઓની હવે એવી માંગણી છે કે, સરકારે આ અંગે સ્પષ્ટતા કરવી જોઇએ અને આગામી સમયમાં પણ વાલીઓએ ફી ભરવી કે કેમ અને જો ફી ભરવી તો કેટલી ભરવી જેવી વગેરે અંગે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ.

રાજ્ય સરકારનો ધોરણ 10-12ની પરીક્ષાને લઇ મહત્વનો નિર્ણય

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતાં રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થિગત કરવામાં આવી છે. ગુજરાતમાં વધતા કોરોનાના કેસને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લેતાં ધોરણ 10 અને 12માં લેવાનારી પરિક્ષાઓ સ્થગિત કરી છે. આ ઉપરાંત ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે લીધો છે.

CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પણ રદ કરાઇ

ગઈ કાલે પીએમ મોદીએ શિક્ષણ વિભાગ સાથે વાત કર્યા પછીથી સીબીએસઈ બોર્ડની ધોરણ 10ની પરીક્ષા રદ કરી હતી તો 12 ધોરણની પરીક્ષાઓ મોકૂફ રાખી હતી. ગુજરાતમાં કોરોના મહામારીને લઈને હાઈકોર્ટે પણ રાજ્ય સરકારને ફિટકાર લગાવી છે.

હાલની રાજ્યની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ ના ફેલાય તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે આગામી સમયની સમીક્ષા કરીને પછીથી નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પૂરતી પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે.

exam

હાલની રાજ્યની પરિસ્થિતિ જોતાં વિદ્યાર્થીઓમાં સંક્રમણ ના ફેલાય તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે આગામી સમયની સમીક્ષા કરીને પછીથી નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરંતુ હાલ પૂરતી પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana

ગીર સોમનાથ: હરણાસા ગામના યુવાનોએ સેવાનું અનોખુ ઉદાહરણ પૂરુ પાડ્યું, ગૌશળામાં 14 બેડની આઈસોલેશન વ્યવસ્થા ઉભી કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!