ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષાનું યોજવામાં આવી છે. જેમા કોમર્સ, સાયન્સ અને આર્ટસના વિષયો સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવા અંગે ચર્ચા થઈ રહી છે. અગામી એક બે દિવસમાં યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષા અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
પોસ્ટ ગ્રેજ્યુએશનના સેમેસ્ટર ટુની 27 ઓગસ્ટે પરીક્ષા
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના સેમેસ્ટર ટુની 27 ઓગસ્ટે પરીક્ષા યોજાવવાની છે. એમએ,એમ કોમના એક્સટર્નલ વિદ્યાર્થીઓ નજીકના પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપી શકશે. તેઓએ પોતાના લોગઈન આઈડીમાંથી નજીકનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. આ પરિક્ષા કેન્દ્ર આઠ ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી પસંદ કરવાનું રહેશે. કોરોના મહામારીના કારણે નજીકના કેન્દ્ર પર પરીક્ષા આપવાનું આયોજન થયુ.
READ ALSO
- ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું