ગુજરાતમાં ટાટનું પેપર ફૂટી જવાના કેસમાં છાત્રો બન્યા ભોગ, શિક્ષણ વિભાગનો નવો ફતવો

શિક્ષણ વિભાગના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ 2018માં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા યોજાઇ હતી. જેમાં પરીક્ષા શરૂ થયાના ગણતરીની મિનિટો પહેલાં સોશિયલ મીડિયામાં પ્રશ્નપત્ર વાઇરલ થયાની જાણ સરકારને થતા પોલીસ તપાસ કરાઈ હતી. તપાસના રિપોર્ટના આધારે સરકાર દ્વારા ફરીથી પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગત તારીખ 29 જુલાઈ – 2018ના રોજ યોજાયેલ પરીક્ષા ઉમેદવારો નવી તારીખો દરમ્યાન કોઈપણ પ્રકારની ફી આપ્યા વગર આપી શકશે. રદ્દ કરાયેલા તમામ વિષયોની પરીક્ષા આગામી ડિસેમ્બર અથવા જાન્યુઆરીમાં લેવાની શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

દર વર્ષે વિદ્યાર્થીઓ માટે ટેટ અને ટાટની પરીક્ષા નવી આશા લઇ આવે છે. એક તરફ યુવાનો બેરોજગારી સામે જજુમી રહ્યા છે. તો બીજી તરફ સરકાર પરીક્ષાને નવેસરથી લેવાની તૈયારીમાં લાગી ગઇ છે. જેમાં ફાયદો તો સરકારનો જ છે. કોઇ એક વિદ્યાર્થીનું પેપર ટાટની પરીક્ષામાં સારું ગયું હોય તો તેને ફરી પરીક્ષા આપી અને આ માટે ઉતીર્ણ થવું પડશે. ઉપરથી પરીક્ષા લેતી સરકારને જ બધી બાજુ બખ્ખા છે. કારણ કે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ગામડાઓમાંથી મોટા સેન્ટરમાં જવું પડશે એટલે એસટી અને રેલવે તંત્રને મોજે મોજ. પાછા ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના હોય એનકેન પ્રકારે સરકારની ભૂલના કારણે જ હવે હોશિયાર વિદ્યાર્થીએ ફરી ભોગવવાનો વારો આવશે. એટલે સરકારનો આ એક રીતનો તાયફો જ ગણવો રહ્યો. કારણ કે પાંચ મહિના પહેલા લેવાયેલી પરીક્ષા ફરી લઇ સરકાર વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવા માગે છે કે પછી પરેશાન કરવા?

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter