GSTV
Home » News » આ જિલ્લાએ લીધો નવો નિર્ણય, સાત દિવસમાંથી આ દિવસે બેગ વિના સ્કૂલે જવાનું અને ભણવાનું પણ નહીં

આ જિલ્લાએ લીધો નવો નિર્ણય, સાત દિવસમાંથી આ દિવસે બેગ વિના સ્કૂલે જવાનું અને ભણવાનું પણ નહીં

ઔરંગાબાદ જિલ્લાની એક સરકારી શાળામાં નવા પ્રયોગ રુપે ‘નો સ્કૂલબેગ સેટર્ડેસ’ પહેલ શરુ કરાઈ છે. જ્યાં વિદ્યાર્થીઓ શનિવારના દિવસે સ્કૂલમાં દફ્તર લઈને જવાનું રહેશે નહીં. એટલું જ નહીં તો એ દિવસે વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણાવાશે પણ નહીં. શિક્ષકોનું કહેવું છે કે આમ કરવાથી વિદ્યાર્થીઓને અન્ય દિવસોએ વિદ્યાર્થીઓ તેમનું ધ્યાન ભણવામાં કેન્દ્રિત કરી શકે છે.

ઔરંગાબાદ જિલ્લાના ૩૫૦ની વસ્તીના નાનકડાં ગામ મલકાપુરમાં આવેલી પ્રાયમરી સરકારી શાળામાં ૨૦ વિદ્યાર્થીઓ છે, જેમાંથી ૧૧ છોકરીઓ છે. આ પહેલ જૂન મહિનાથી શરુ કરાઈ છે. જેમાં શનિવારે વિદ્યાર્થીઓને હસ્તકલા, રમત, ડ્રોઈંગ વગેરે તેમને ગમતી વસ્તુઓ કરાવવામાં આવે છે. જેને કારણે તેમનું મન આખા સપ્તાહ દરમ્યાન પ્રફૂલ્લિત રહે છે.

સાથેજ વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન વધે તે માટે થઈ ‘અવર વર્ડ બેન્ક’ નામનો પ્રકલ્પ પણ શરુ કરાયો છે. જેમાં દરરોજ વિદ્યાર્થીઓને ઘરે જતાં પહેલાં પાંચ અંગ્રેજી શબ્દો મરાઠી ભાષાંતર સાથે અપાય છે. વિદ્યાર્થીઓએ આ શબ્દો ભણીને બીજે દિવસે કાગળમાં લખી લાવી એક બોક્સમાં મૂકવાના હોય છે. જે દર અઠવાડિયે ખૂલે છે. આમ, જે વિદ્યાર્થી મહિનાના અંતે સૌથી વધુ શબ્દો શીખે તેને નાનકડું પ્રોત્સાહન ઈનામ પણ અપાય છે.

તો ગણિત વિષય જે વિદ્યાર્થીઓને વધુ સતાવતો હોય તેમને માટે ‘ગણિત સમૃદ્ધિ’ પહેલ શરુ કરાઈ છે. જે સંદર્ભે શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું કે, અહીં આવનારા વિદ્યાર્થીઓ ખેતીપ્રધાન ઘરોમાંથી આવે છે, આથી અમે તેમને ઘરે માતાપિતા સાથે વાત કરી કયો પાક ઉગાડયો, તે માટે કેટલો ખર્ચ થયો, તેનું વેચાણ કેટલામાં થયું, તેમાંથી શું મળ્યું તેની વિગત લેવા કહીએ છીએ. જેના આધારે તેઓ દાખલા ગણી પોતે જવાબો નોંધે છે. તે સાથેજ વિદ્યાર્થીઓને ખેતી અને વિવિધ વનસ્પતિઓ-ભાજીની જાણકારી થાય તે માટે તેમની પાસે શાળાના જ ‘પારસ બાગ’માં તેમની પાસે દર શુક્રવારે તેમણે વાવેલાં વિવિધ વૃક્ષોના જતનની કામગિરી પણ કરાવડાવીએ છીએ.

READ ALSO

Related posts

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે, આવતીકાલે ટ્રમ્પ સાથે રોડ શો

pratik shah

આ ખેડૂતને એક સમયે ખાવાના ફાંફા હતા, પણ પછી આ ખેતી કરી અને આર્થિક સ્થિતિ બદલી જ ગઈ

Mayur

ટ્રમ્પના પુત્રનો શોખ શિકાર કરવો છે, 1000 ડોલર ફી ભરી હવે રીંછનો શિકાર કરશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!