વિદ્યાર્થીઓને ધરમધક્કો GSTVને જણાવી આપવીતી

અમરેલીમાં લોકરક્ષક દળની પરીક્ષા રદ થવાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો. બહાર ગામથી આવતા ઉમેદવારો રઝળી પડ્યા હતા. દૂર-દૂરથી મુસાફરી કરીને આવતા ઉમેદવારોને ધરમ ધક્કો ખાવાનો વાળો આવ્યો હતો. બે જવાબદારી ભરેલા વર્તનને કારણે ઉમેદવારોમા રોષ ફાટી નીકળ્યો હતો. ઉમેદવારોએ સરકારી તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા.

લોક રક્ષક દળની પરીક્ષાનું પેપરલીક થતા વલસાડ ખાતે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. વલસાડ ખાતે પરીક્ષા આપવા માટે આવેલા વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. વલસાડના કુલ 17 જેટલા કેન્દ્રો પર કુલ 5970 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની હતી.

લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા ગોંડલમાં વિદ્યાર્થીઓએ રસ્તો રોકી ચક્કાજામ કર્યો. ગોંડલના ગુંદાળા રોડ પર વિદ્યાર્થીઓએ જામ કરતા પોલીસ દોડી આવી હતી. જોકે, થોડીવાર વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે બોલાચાલીની ઘટના બની હતી. પરંતુ બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

પાલનપુરમા લોક રક્ષક દળનું પેપર રદ થતા ભાજપ સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. પરીક્ષાર્થી અને વાલીઓએ સરકારનો વિરોધ કર્યો હતો. સરકાર વિરુદ્ધ પરીક્ષાર્થીઓએ નારા લગાવ્યા હતા. અને સરકાર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો. ભાજપને હટાવવાના લોકોએ નારા લગાવ્યા હતા.

લોકરક્ષકની ભરતીની પરીક્ષા રદ થતા પરીક્ષાર્થીઓએ ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો છે. જૂનાગઢના બીલખા રોડ પર પોલીટેકનીક કોલેજ પાસે વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે. વિદ્યાર્થીઓ જોષીપરાગામે આવેલી કન્યા છાત્રાલયમાં એકઠા થયા હતા. અને સુત્રોચ્ચાર શરૂ કર્યા હતા. બીજીતરફ પોલીસ દોડી આવી હતી. અને પરીક્ષા કેન્દ્રથી દુર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને જૂનાગઢ એસપી દોડી આવ્યા અને વિદ્યાર્થીઓએ તેમને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter