GSTV
Home » News » Video: શાળાની અંદર પ્રવેશતાની સાથે જ બાળકોને એવું થઈ જાય છે કે જોઈને વિશ્વાસ નહીં આવે

Video: શાળાની અંદર પ્રવેશતાની સાથે જ બાળકોને એવું થઈ જાય છે કે જોઈને વિશ્વાસ નહીં આવે

ડાંગના વઘઈના આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં ત્રણ વિદ્યાર્થીઓના વિચિત્ર વર્તને સમગ્ર ગામમાં ચર્ચા જગાવી છે. શાળાના પરિસરમાં દાખલ થતાની સાથે જ તેઓ વિચિત્ર વર્તન કરે છે અને આ વર્તન માટે અદ્રશ્ય આત્મા શરીરમાં આવતી હોવાનું કારણ કહેવાય છે. જેથી શાળાના અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભય જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓમાં ભૂત-પ્રેતનો વળગાટ સમજીને ગ્રામજનોએ ભુવાઓને બોલાવ્યા હતા. અને વિવિધ વિધો પણ કરી તેમ છતાં વિદ્યાર્થીઓની વિચિત્ર હરકત યથાવત રહેતા શાળામાં ભયનો માહોલ જોવા મળે છે.

શાળામાં પ્રવેશની શાથે જ બાળકો સાપની જેમ સરકે છે

આંબાપાડા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં 150 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાં ધોરણ છમાં ભણતો એક વિદ્યાર્થી અને ધોરણ આઠમાં ભણતા બે વિદ્યાર્થીઓ વિચિત્ર હરકત કરી છે. આ વિદ્યાર્થીઓ શાળાના કમ્પાઉન્ડમાં દાખલ થતા જ બે વિદ્યાર્થીઓ સાપની જેમ જમીન પર સરકે છે. જ્યારે એક વિદ્યાર્થી વિચિત્ર ધૂનનો ગણગણાટ કરે છે.જેથી ભયનો માહોલ સર્જાય છે. છેલ્લા 15 દિવસથી આ ત્રણ જ વિદ્યાર્થીઓના વિચિત્ર વર્તનની વાલીઓની જાણ કરતા ગ્રામજનોએ ભૂતપ્રેતનો વળગાટ સમજીને વિધિઓ કરી પરંતુ કોઈ ફરે પડ્યો નથી.

બાળકો ધુણતા હોવાનો આક્ષેપ

ડાંગની શાળામાં એક અજીબો ગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. 3 બાળકો શાળામાં જ ધુણતા હોવાનો આક્ષેપ શાળાના સ્ટાફે કર્યો છે. વઘઈ તાલુકામાં આવેલા આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં ધો. 6 અને 8માં અભ્યાસ કરતા 3 બાળકોના સવારે શાળાએ આવ્યા બાદ 11 વાગ્યા પછી અચાનક જ હાવભાવ બદલાય જાય છે અને તેઓ શાળા સંકુલમાં જ ધુણવા લાગે છે. અમીત, અશ્વિન અને રાહુલ નામના આ ત્રણ વિદ્યાર્થીઓ 3 કલાક સુધી જમીન ઉપર સાપની માફક સરકવા લાગે છે અથવા ધુણવા લાગે છે. સાથે જ ધુણતા વિદ્યાર્થીઓ દિવાલે માથુ અથડાવે છે. આ સમગ્ર ઘટનાથી સ્કૂલનો સ્ટાફ પણ ચિંતિત છે. ગત 15 દિવસથી 150 વિદ્યાર્થીઓનું શિક્ષણ ઘૂંચમાં છે.

અન્ય બાળકોમાં ભયનો માહોલ

તમને જણાવી દઇએ કે, ત્રણે બાળકો અચાનક જ આવી સ્થિતિમાં આવી જતા અન્ય વિદ્યાર્થીઓમાં પણ ગભરાટનો માહોલ છે. આવી સ્થિતિથી વાકેફ થતા જ શાળાના આચાર્ય ટંડેલે ટીપીઓને ઉચ્ચસ્તરે રજૂઆત પણ કરી અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની તાકિદ કરી હતી પરંતુ સરકારી અધિકારીઓના બહેરા કાને સાંભળે કોણ? બાળકોની સ્થિતિ અંગે કોઈ અધિકારીઓએ રસ જ દાખવ્યો નહીં, જેના કારણે બાળકો અને શિક્ષકો પરેશાની ભોગવી રહ્યા છે.

Read Also

Related posts

અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Nilesh Jethva

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!