GSTV

યુવાન કગરતો રહ્યો..સામાન્ય ઝગડામાં BScના વિદ્યાર્થીની લાઠી-ડંડા મારીને કરી હત્યા, જલ્દી જીવ ના ગુમાવે તે માટે વચ્ચે વચ્ચે પીવડાવતા રહ્યા પાણી!

Last Updated on October 13, 2021 by pratik shah

હરીયાણાના મહેન્દ્રગઢમાં એક પછાત જાતિના વિદ્યાર્થી પર અત્યંત ક્રૂરતા પૂર્વક લાઠી- ડંડા વરસાવ્યાનો વીડિયો સામે આવ્યો છે. આ હુમલામાં ઘાયલ વિદ્યાર્થીએ સારવાર દરમ્યાન જીવ ગુમાવ્યો છે. વાયરલ વીડિયોમાં ગુન્હેગારો હુમલો કરવાની સાથે સાથે વચ્ચે વચ્ચે પાણી પણ પીવડાવી રહ્યા પણ દેખાઈ રહ્યા છે, આ ઘટના 9 ઓક્ટોબરની છે, પરંતુ વીડિયો હવે સામે આવ્યો છે.

આ મામલામાં મહેન્દ્રગઢ પોલીસે અડધા ડઝન નામજદ સહિત 6થી વધુ લોકો પર હત્યાનો કેસ દાખલ કર્યો છે. એક આરોપી વિક્કી ઉર્ફે ફુકરાની ધરપકડ કરી છે. કોર્ટે તેને બે દિવસની રિમાન્ડ પર મોકલ્યા છે. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં પણ યુવાનની મોતનું કારણ ક્રૂરતા પૂર્વક માર મારવાના કારણે થઈ છે.

ગૌરવ કંઈ સમજી શકે આરોપીઓએ તેને ચારેય તરફથી ઘેરી લીધો

મહેન્દ્રગઢ જિલ્લાના ગામ બવાનાનો રહેવાસી 18 વર્ષીય વિદ્યાર્થી ગૌરવ યાદવ 9 ઓક્ટોબરના બપોરના રોજ મહેન્દ્રગઢથી પોતાની બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો, ત્ચારે તેને રસ્તામાં ગામ માલાડામાં નહેરની પાસે રવિ, કેપ્ટન, અજય અને મોહન સહિત 10થી વધુ લોકોએ તેને રોકી લીધો હતો, આ પહેલા ગૌરવ કંઈ સમજી શકે આરોપીઓએ તેને ચારેય તરફથી ઘેરી લીધો હતો. એક આરોપી ઘટનાનો વીડિયો બનાવી રહ્યો હતો, અન્ય લોકો ગૌરવ પર લાઠી-ડંડાનો વરસાદ વરાસી રહ્યો હતો. તેને બચાવવા એક વ્યક્તિ આવે છે, જેને આરોપી ત્યાંથી હટાવી દે છે.

હાથ જોડીને રહેમની ભીખ માંગતો રહ્યો ગૌરવ

ગૌરવ હાથ જોડીને રહેમની ભીખ માંગતો રહ્યો, પરંતુ આરોપી તેના પર સતત હુમલો કરતા રહ્યા. આરોપી થોડોક સમય રોકાયા પછી ગૌરવને પાણી પિવડાવતા રહ્યા, અને ફરીથી તેને માર મારવાનું શરૂ કરી દે છે. મળતી માહિતી મુજબ ત્યાર પછી આરોપીઓ તેને એક હોટલની પાછળ લઈ ગયા ત્યાં તેઓ હેવાન બની ગયા અને બહું ખરાબ રીતે તેને માર માર્યો પછી, થોડાક સમય પછી આરોપીઓ તેને બેભાન અવસ્થામાં છોડીને ફરાર થઈ ગયા, ગૌરવના પરીવાર જનો તેને હોસ્પિટલ લઈ ગયાં, તે જ દિવસે તેની મોત થઈ ગઈ.

READ ALSO

Related posts

મોટા સમાચાર / ત્રણ કૃષિ કાયદા રદ, બિલ પર રાષ્ટ્રપતિ કોવિંદે કર્યા હસ્તાક્ષર

Zainul Ansari

શું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા માટે મળશે મંજૂરી? હજુ પણ અકબંધ છે આ પ્રશ્ન

Zainul Ansari

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!