GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

હિંસા બાદ જેએનયુના કુલપતિની આવી પ્રથમ પ્રતિક્રિયા, છાત્રોને આપ્યું આ આશ્વાસન

રવિવારે રાતે જેએનયુમાં થયેલી હિંસાની ઘટનાને લઈને યુનિવર્સિટીના કુલપતિએ ચિંતા વ્યક્ત કરી છે. કુલપતિ એમ. જગદીશ કુમારે વિદ્યાર્થીઓને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે. તેઓએ વિદ્યાર્થીઓને આશ્વાસન પણ આપ્યુ કે શિયાળુ સત્રની નોંધણી પ્રક્રિયાને વગર વિઘ્ને પૂર્ણ થશે. વિદ્યાર્થીઓએ કોઈથી ડરવાની જરૂર નથી. કુલપતિએ કહ્યુ કે, યુનિવર્સિટીની પ્રાથમિક વિદ્યાર્થીઓના એકેડમિક હિતોની રક્ષા કરવાની છે. ઉલ્લેખનિય છે કે રવિવારે રાતે નકાબધારી શખ્સોએ જેએનયુના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કર્યો હતો. જેમાં કેટલાય લોકો ઘાયલ થયા હતા.

JNU કેમ્પસ ખાલી

જેએનયુમાં રવિવારે સાંજે થયેલી હિંસા બાદ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. ત્યારે સોમવારે કેટલાય વિદ્યાર્થીઓ કેમ્પસમાંથી ચાલ્યા જતા જોવા મળ્યા હતા. તેઓના મતે હાલ તણાવગ્રસ્ત સ્થિતિ છે. અને સ્થિતિ સામાન્ય બનશે. ત્યારે ફરી કેમ્પસમાં પરત ફરશે. જેએનયુમાં પીએચડી કરતી વિદ્યાર્થીની પ્રિયંકાના મતે વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે. જેથી વિદ્યાર્થીઓ કેમ્પસ છોડીને જઈ રહ્યા છે. કોઈ વિદ્યાર્થીઓ પોતાના ઘરે તો કોઈ વિદ્યાર્થીઓ પોતાના સંબંધીઓને ત્યાં જઈ રહ્યા છે.

આક્ષેપ-પ્રતિ આક્ષેપ

જેએનયુ વિદ્યાર્થી સંઘે દાવો કર્યો કે એબીવીપી કાર્યકરોએ હિંસા કરી હતી. જ્યારે એબીવીપીએ ડાબેરી વિંગ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. આ હિંસામાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ આઈશીઘોષ સહિતના વિદ્યાર્થીઓ ઘાયલ છે. જેએનયુમાં ફી વધારાને લઈને લાંબા સમયેથી વિરોધ ચાલી રહ્યો છે.

READ ALSO

Related posts

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana

PM મોદીને ધમકી દેનારી આ ગાયીકા છોડવા માંગે છે પાકિસ્તાન, કહ્યું ભારત વધારે સારૂ છે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!