GSTV
Gujarat Government Advertisement

વિદ્યાર્થીની જાતીય સતામણી : શારીરિક શિક્ષણ ભવનના 3 કર્મચારીઓને નોકરીમાંથી પાણીચું

Last Updated on July 22, 2020 by Mansi Patel

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ ભવનમાં ફરજ બજાવતા બે અથવા ત્રણ કર્મચારીઓને જાતીય સતામણીની ફરિયાદ બાદ આજરોજ નોકરીમાંથી છૂટા કરવામાં આવતાં યુનિવર્સિટીમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ ભવનમાં ફરજ બજાવતા વિક્રમ ભગીરથ રાઠોડ અને ક્લાર્ક પૃથ્વી સિંહ રાણાને આજરોજ ભવનના વડા દ્વારા છૂટા કરવામાં આવ્યા હતા.

ABVPએ કુલપતિને આવેદન પાઠવી કરી રજૂઆત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી વિદ્યાર્થીઓની જાતીય સતામણી કરવામાં આવે છે તેમજ નાણાંકીય અને શૈક્ષણિક વહીવટી ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર કરવામાં આવી હતી. છેલ્લે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કુલપતિને આવેદનપત્ર આપીને આ પ્રકરણમાં સંડોવાયેલા અધ્યાપકોને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી દરમિયાન આ મુદ્દે યુનિવર્સિટી દ્વારા આંતરિક તપાસ સમિતિને સમગ્ર પ્રકરણને લઇને તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ ગઈકાલે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટ વચગાળાનો છે

પરંતુ આ રિપોર્ટ વચગાળાનો રિપોર્ટ છે એમ કહીને બંધ કવર ખોલવામાં આવ્યા બાદ આજે નાટ્યાત્મક રીતે વડા દ્વારા ત્રણ કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા હતા દરમિયાન આપ શારીરિક શિક્ષણ ભવનમાં ફરજ બજાવતા કોન્ટ્રાક આધારે અધ્યાપક ભગીરથ રાઠોડ અને ક્લાર્ક પૃથ્વી રાણાએ રાજીનામું પણ આજરોજ કરી દીધું હતું. જેની વિગતોના સંદર્ભમાં યુનિવર્સિટીના કુલનાયક ડો વિજય ભેસાણીયા જણાવ્યું હતું કે શારીરિક શિક્ષણ ભવનમાં લાંબા સમયથી વિદ્યાર્થીઓની ફરિયાદો આવી હતી તેના આધારે ભગવાન ના વડા દ્વારા આજે સંબંધિત કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે.

મહિલા આયોગમાં ફરિયાદ

અલબત્ત આ પ્રકરણ અંગે મહિલા આયોગમાં ફરિયાદ થઇ હોવાથી તેની તપાસ સ્થાનિક પોલીસને કરવાનો આદેશ થયો હોવાથી આજરોજ વિદ્યાર્થીઓની જે ફરિયાદ હતી તેની વિગતો પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે જેના આધારે વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

Gujarat Government Advertisement

Related posts

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel

Tokyo Olympic: ‘તૂ ઠાન લે, અબ જીત કો અંજામ દે’ ભારતનું ઓલમ્પિક થીમ સોંગ લોન્ચ થયું

Pravin Makwana

વેક્સીન ન લેનાર ધારાસભ્યોને આ રાજ્યની વિધાનસભામાં નહીં મળે એન્ટ્રી, સ્પીકરનું ફરમાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!