GSTV

ફાયરિંગ બાદ વિદ્યાર્થીઓએ અને પ્રદર્શનકારીઓએ આખી રાત પોલીસ હેડક્વાર્ટર સામે નાખ્યા ધામા

Last Updated on January 31, 2020 by

જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ફાયરિંગની ઘટના બન્યા બાદ પ્રદર્શનકારીઓએ ગુરૂવારની સમગ્ર રાત વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું. જે બાદ પોલીસે વહેલી સવારે પ્રદર્શનકારીઓને હટાવ્યા. રાત્રે પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસના હેડક્વાર્ટર સામે પ્રદર્શન કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં જામિયાના વિદ્યાર્થીઓ તેમજ અન્ય લોકો જોડાયા હતા.

ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઇ

પહેલા પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું પરંતુ અચાનક જ પ્રદર્શનકારીઓ પોલીસ હેડકવાર્ટરની સામેના રસ્તા પર બેસી ગયા. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઇ. જો કે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ રસ્તો ડાયવર્ટ કરી શકે તેમ હતી. પરંતુ પોલીસે જાણી જોઇને રસ્તો જામ રહેવા દીધો. વિદ્યાર્થીઓએ અને પ્રદર્શનકારીઓએ આખી રાત પોલીસ હેડક્વાર્ટર સામે જ ધામા નાંખ્યા. જે બાદ પોલીસે સવારે તેમને હેડક્વાર્ટર સામેથી હટાવ્યા.

READ ALSO

Related posts

મસાજ કરાવવા જતા હોય તો આ સમાચાર વાંચી લેજો: હવે સ્પામાં આ કામ કરાવવું જરૂરી, નવા નિયમો જાહેર

Zainul Ansari

ચીન-પાકિસ્તાન સખણા રહે / સૈન્યમાં સામેલ થશે 118 અર્જૂન ટેન્ક, અપાયો 7532 કરોડનો ઓર્ડર

Pritesh Mehta

સુધરી જજો / કારમાં રોમાન્સ કરતા સમયે ખરાબ રીતે ફસાયું કપલ, ફક્ત એક ભૂલ અને ખતરનાક મુસીબત ગળે પડી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!