GSTV
Home » News » Student Of The Year 2 Trailer: ટાઇગર,અનન્યા,તારાનો લવ ટ્રાઇએન્ગલ, એક્શનથી ભરપૂર ફિલ્મ

Student Of The Year 2 Trailer: ટાઇગર,અનન્યા,તારાનો લવ ટ્રાઇએન્ગલ, એક્શનથી ભરપૂર ફિલ્મ

student of the Year 2 trailer

ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરનું ધમાકેદાર ટ્રેલર રિલિઝ થઇ ગયું છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફની સાથે તારા સુતારિયા અને અનન્યા પાંડે નજરે આવશે. ટ્રેલર જોઇને લાગી રહ્યું છે કે ફિલ્મ સુપરહિટ સાબિત થશે. એક અલગ સ્ટોરી અને દમદાર એક્શન સાથે 2019ના સ્ટુડન્ટ્સ દર્શકોને એન્ટરટેઇન કરવા તૈયાર છે. તારા અને અનન્યા આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે.

આ ટ્રેલરમાં જોઇ શકાય છે કે ટાઇગર શ્રોફ કોલેજ દરમિયાન આવેલી મુસીબતોનો કોઇપણ રીતે સામનો કરી રહ્યો છે. શરૂઆતમાં અનન્યા અને ટાઇગરના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી છે. તે ટાઇગરની મજાક ઉડાવતી જોવા મળી રહી છે.

આ ઉપરાંત ફિલ્મનું મ્યુઝિક શાનદાર કહી શકાય. કરણ જોહરે આ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે અને એવી આશા છે કે દર્શકોનો પણ ફિલ્મ પસંદ આવે.

ફિલ્મ આગામી મહિને 10મેના રોજ સિનેમાગરોમાં રિલિઝ થશે. સ્ટુડન્ટ ઑફ ધ યર 2ના ટ્રેલરમાં ફરી એકવાર ટાઇગર શ્રોફ જબરદસ્ત એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે.

જણાવી દઇએ કે ફિલ્મના ટ્રેલર માટે ટાઇગરના ફેન્સમાં ઘણી આતુરતા જોવા મળી હતી. ફિલ્મનું ડાયરેક્શન પુનીત મલ્હોત્રાએ કર્યુ છે. કરણ જોહર આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. સ્ટુડન્ટ્સ ઑફ ધ યરની બીજી ફ્રેન્ચાઇઝી છે.

Read Also

Related posts

રોગચાળાનું રાજકારણ : ભાજપના આ નેતાએ કોંગ્રેસને માનસિક રોગી ગણાવી

Nilesh Jethva

નાણામંત્રીએ કર્યો એવો દાવો કે મોદી સરકારના શ્વાસ હેઠા બેસશે, પેટાચૂંટણીમાં ભાજપને પણ નડી રહ્યો છે આ મામલો

Mayur

ગુજરાતમાં કાયદેસર દારૂ પીવો પણ પડશે મોંઘો, સરકાર પરમીટને બહાને ખંખેરી લેશે ખિસ્સા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!