GSTV
World

Cases
3032910
Active
2416146
Recoverd
360303
Death
INDIA

Cases
89987
Active
71106
Recoverd
4706
Death

Student of The Year 2 જોવા જવાનો પ્લાન હોય તો પોતાના રિસ્ક પર જ જજો, કસમથી હથોડા છે ભાઇ….

student of the year 2

કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યર-2 શુક્રવારે રિલિઝ થઇ ચુકી છે. ફિલ્મમાં ટાઇગર શ્રોફ, તારા સુતારિયા અને અનન્યા પાંડે મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મમાં તારા સુતારિયા અને અનન્યા પાંડેએ બોલીવુડ ડેબ્યૂ કર્યુ છે. આ ફિલ્મથી લોકોને ઘણી આશા છે. પરંતુ સોશિયલ મીડિયા પર તેને કોઇ ખાસ રિસ્પોન્સ નથી મળી રહ્યો. લોકો કહી રહ્યાં છે કે ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરની કૉપી છે. જો કે કેટલાંક લોકોને ફિલ્મ પસંદ પણ આવી રહી છે.

એક યુઝરે લખ્યું, પ્લસ પોઇન્ટ-કૂલ સિનેમેટોગ્રાફી, કેટલીક પંચલાઇન્સ.

નેગેટિવ પોઇન્ટ-સ્ટોરીલાઇન, એક્ઝીક્યૂશન,ટાઇગર શ્રોફ, કૉમેડી.

ફાઇનલ વર્ડિક્ટ-પોતાના રિસ્ક પર જુઓ ફિલ્મ.

અન્ય એક યુઝરે લખ્યું કે, ફિલ્મમાં માઇન્ડલેસ એક્શન છે. ટાઇગર શ્રોફને ફિમોના બદલે એક્રોબેટિકમાં એનરોલ કરાવું જોઇએ. અનન્યા અને તારા ઠીકઠાક છે. ફિલ્મની સ્ટોરી લાઇન જૂની છે. સિનેમેટોગ્રાફી સારી છે. ફિલ્મમાં કન્ટેન્ટ નથી.

ત્યાં કેટલાંક લોકોને ફિલ્મ પસંદ આવી છે. ખાસ કરીને અનન્યા પાંડેની એક્ટિંગ. એક યુઝરે લખ્યું કે અનન્યા પાંડેની ઓનસ્ક્રીન પ્રેઝન્સ લોકોને પાગલ બનાવી રહી છે. તે દરેક સીનમાં શાનદાર છે. અવોર્ડ વિનિંગ ડેબ્યૂ.

આ ફિલ્મમાં લવ ટ્રાઇએન્ગલ જોવા મળશે. ફિલ્મમાં કૉલેજ સ્ટુડન્ટ્સના જીવનને દર્શાવવામાં આવ્યું છે. સ્ટુડન્ટ ઑફ ધ યર 2 પ્રથમ દિવસે 12થી 17 કરોડની કમાણી કરે તેવી આશા છે. જણાવી દઇએ કે ફિલ્મ કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધ યરની બીજી ફ્રેન્ચાઇઝી છે. કરણ જોહરે સ્ટુડન્ટ ઑફ ધ યરમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લૉન્ચ કર્યા હતા.

Read Also

Related posts

60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પેન્શન મેળવવાની શ્રેષ્ઠ યોજના,LICની આ પોલીસી તમારા માતા-પિતાને ભેટ આપો

Dilip Patel

10 આંકડાનો નહી રહે તમારો મોબાઇલ નંબર, ફોન કરતાં પહેલાં કરવું પડશે આ કામ

Bansari

ભાઈ હોય તો અક્ષય જેવો, બહેનને કોરોના મુક્ત રાખવા આખી ફ્લાઇટ જ બુક કરાવી નાખી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!