GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

બૉક્સ ઑફિસ પર ધબડકો વાળશે કરણ જોહરની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર-2’, આ છે 5 કારણ

Student of the Year 2

કરણ જોહર ફિલ્મ કલંકના બૉક્સ ઑફિસ પર ઉંધા માથે પટકાયા બાદ હવે તે સ્ટુડન્ટ ઑફ ધ યર-2 સાથે વાપસી કરવા માટે તૈયાર છે. ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતારિયા સ્ટારર આ ફિલ્મ વર્ષ 2012માં રીલીઝ થયેલી કરણ જોહરના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મનો બીજો પાર્ટ છે. ફિલ્મે ત્યારે બોક્સ ઑફિસ પર ધૂમ કમાણી કરી હતી. તેનો બીજો પાર્ટ પણ બૉક્સ ઑફિસ પર ઉમદા પ્રદર્શન કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાંક કારણો એવા છે જેના પગલે માનવામાં આવે છે કે આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધબડકો વાળશે.

પબ્લિક રિસ્પોન્સ

કરણ જોહરે ફિલ્મના પહેલા પાર્ટમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનને લૉન્ચ કર્યા હતા. તેના બીજા પાર્ટમાં પણ તે આવું જ કરવા જઇ રહ્યાં છે. ફિલ્મના સેકેન્ડ પાર્ટમાં ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડે અને તારા સુતારિયાને લૉન્ચ કરવા જઇ રહ્યાં છે. ચિંતાજનક વાત એ છે કે ફિલ્મને લઇને કંઇ ખાસ ક્રેઝ જોવા નથી મળી રહ્યો અને દર્શકોમાં પણ કોઇ ખાસ ઉત્સાહ નથી.

ટ્રેલરથી દર્શકો ખાસ પ્રભાવિત નથી

ફિલ્મના ટ્રેલરને લઇને ફેન્સમાં ઉત્સાહ હતો પરંતુ જ્યારે ટ્રેલર રિલિઝ થયું તો દર્શકો તેનાથી ખાસ પ્રભાવિત ન થયા. ફિલ્મના ટ્રેલરને ઓછી લાઇક્સ અને નેગેટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. તેના પર બની રહેલા મીમ્સ પરથી અંદાજ લગાવી શકાય કે ટ્રેલર દર્શકોને પ્રભાવિત નથી કરી શક્યુ.

નવા ફ્લેવરમાં જૂનો માલ

ટ્રેલર જોઇને સમજી શકાય કે કરણ જોહરે જૂની જ સ્ટોરી નવી ફિલ્મમાં પીરસવાનો પ્રયાસ કર્યો છે. ગત ફિલ્મમાં બે હીરો અને એક હિરોઇન હતી જ્યારે આ ફિલ્મમાં બે હિરોઇન અને એક હીરો છે. ટાઇગર શ્રોફ એક્શન હીરો છે અને તેની પાસે તે બધુ જ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવે. જો કે તારા અને અનન્યાના કામમાં ક્યાંક અનુભવની કમી નજરે આવે છે.

સ્ટોરી અને કન્ટેન્ટ

આજકાલની ફિલ્મો ફક્ત એક જ કોન્સેપ્ટ પર ચાલી રહી છે અને તે છે ફિલ્મનું કન્ટેન્ટ. દમદાર પ્રમોશન દ્વારા માહોલ ઉભો કરીને ફિલ્મો રિલિઝ તો કરવામાં આવે છે પરંતુ તેનો બિઝનેસ ફક્ત પ્રથમ દિવસે જ થાય છે. તે બાદ દર્શકો માઉથ પબ્લીસીટી અને સોશિયલ મીડિયાના નેગેટિવ રિસ્પોન્સથી અટકી જાય છે. ધર્માની છેલ્લી ફિલ્મ આ જ રીતે ઉંધે માથે પટકાઇ.

મ્યુઝિક અને લિરિક્સ

ફિલ્મના ત્રણ ગીતો અત્યાર સુધી રિલિઝ કરવામાં આવ્યા છે અને તમામ ગીતો જનતાએ રિજેક્ટ કરી નાંખ્યા છે. કોઇપણ ફિલ્મ માટે જનતાના દિલમાં સ્થાન મેળવવાનો એક રસ્તો તેનું મ્યુઝિક છે. સ્ટુડન્ટ ઑફ ધ યરના મામલે કંઇક ઉલ્ટુ જ નજરે આવી રહ્યું છે.અત્યાર સુધી ફિલ્મનું એક પણ ગીત દર્શકોના મોઢે નથી ચડ્યુ.

Read Also

Related posts

માત્ર 7 રૂપિયાની બચત કરીને 60 હજાર રૂપિયા પેન્શન મેળવો, 2.28 કરોડ લોકો માટે બન્યા સરળ નિયમો

Dilip Patel

કોરોના મહામારી વચ્ચે આ સરકારી બેંક આપી રહી છે તેના ગ્રાહકોને ડોર સ્ટેપ બેંકિંગ

Mansi Patel

ગરમીમાં બજાર જવામાં મુશ્કેલી નહીં પડે, આ કંપનીએ કપડામાં પહેરી શકાય તેવું બનાવ્યું છે પોકેટ AC

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!