GSTV
Home » News » Student Of The Year-2માં 2 અભિનેત્રીઓ કરશે અભિનય

Student Of The Year-2માં 2 અભિનેત્રીઓ કરશે અભિનય

ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે એવો નિર્દેશ કર્યો હતો કે મારી સ્ટુડન્ડ  ઑફ ધી યર ટુમાં બે હીરોઇન હશે. જો કે 2012 માં કરણે બનાવેલી સ્ટુડન્ટ ઑફ ધી યરમાં બે હીરો અને એક હીરોઇન હતી. કરણે ઓરિજિનલ ફિલ્મમાં પણ ત્રણ નવા ચહેરા આપ્યા હતા. જેમાંના બે આલિયા ભટ્ટ અને વરુણ ધવન આજના ટોચના કલાકારો છે.

સ્ટુડન્ટ ઑફ ધી યર ટુમાં કરણે ટાઇગર શ્રોફને સાઇન કર્યો છે અને સ્ક્રીપ્ટમાં ફેરફાર કરાવીને ટાઇગરની એક્શનનો લાભ લેવાનું પ્લાનિંગ પણ કર્યું છે. સમર્થન વિહોણા અહેવાલ મુજબ ચંકી પાંડેની પુત્રી અનન્યા અને તારા શર્માને આ માટે સાઇન કરવામાં આવી હતી. હજુ કરણ જોહર તરફથી આ મુદ્દે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ તેમની નિકટનાં સૂત્રો કહે છે કે અનન્યા અને તારા લગભગ ફાઇનલ જેવી છે. ક

રણ આવતા મહિને આ બંનેની ઔપચારિક જાહેરાત કરશે. આ ફિલ્મ ચાલુ વર્ષના નવેંબરની ૨૩મીએ રજૂ કરવાની કરણની યોજન છે. કરણ સતત નવા નવા કલાકારોને તક આપતો રહ્યો છે. એણે અત્યાર પહેલાં સારા અલી ખાનની અટકી પડેલી ફિલ્મ કેદારનાથને ધ્યાનમાં રાખીને સારાને પોતાની રોહિત શેટ્ટી નિર્દેશિત ફિલ્મ સિમ્બા માટે સાઇન કરાવી હતી.

Related posts

મૉડલનાં ઘરે થઈ મોટી ચોરી, મિનિટોમાં જ ગાયબ થઈ ગઈ 475 કરોડની જ્વેલરી

Mansi Patel

Bigg Boss 13: બેઘર થતાં જ હિન્દુસ્તાની ભાઉએ ખોલ્યા ઘરના કેટલાક ચોંકાવનારા રાઝ, કહ્યું સાથે રહો એટલે…

Dharika Jansari

જામિયાના વિદ્યાર્થીઓ સાથે જે રીતે વર્તન થયું તેના પર ભડકી સ્વરા ભાસ્કર, ટ્વિટ કરી કહ્યું, વિદ્યાર્થીઓ સાથે…..

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!