GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

વિદ્યાર્થીઓ આનંદો! CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી, વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ આવ્યા

કેન્દ્રીય માધ્યમિક બોર્ડ CBSEની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના એડમિટ કાર્ડ બોર્ડની વેબસાઈટ પર મુકી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ અને સ્કુલના સંચાલકો હવે બોર્ડની અધિકૃત વેબસાઈટ cbse.gov.in પર જઈ ડાઉનલોડ કરી શકશે. આ સાથે CBSE ના પ્રાઈવેટ પરીક્ષાર્થીઓ માટે પણ એડમિટ કાર્ડ જારી કરી દેવામાં આવ્યા છે. જેથી તેઓ બોર્ડની વેબસાઈટ પર જઈ ડાઉનલોડ કરી શકશે.

CBSE બોર્ડના ધોરણ 10અને 12ના એડમિટ કાર્ડ કઈ રીતે કરશો ડાઇનલોડ

  1. CBSE ના અધિકૃત વેબસાઈટ cbse.gov.in પર જાઓ.
  2. સ્કુલ લોગ ઈન પેજ પર જઈ લોગ ઈન કરો. આ માટે સ્કુલના આચાર્યને તેનુ યુજર આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યુ છે.
  3. યુજર આઈડી અને પાસવર્ડ અને જરુરી માહિતી દાખલ કરી સબમિટ પર ક્લીક કરો.
  4. આ પછી સ્કુલના વિદ્યાર્થીઓના ધોરણ અનુસાર એક સાથે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
  5. એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કઢાવી લો.
  6. હવે આ પ્રિન્ટની કોપી પર સ્કુલના આચાર્ચના સહી સિક્કા કરાવી લો અને અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને વિતરણ કરી દો.

CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી શરુ

દેશમા CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. જેમા ધોરણ 10 ની પરીક્ષા 21 માર્ચ અને 12માની પરીક્ષા 5 એપ્રિલના રોજ પુરી થશે. અને ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો ટાઈમ સવારે 10.30 થી શરુ થશે જ્યારે બપોરે 1.30 કલાકે પુર્ણ થશે.

READ ALSO

Related posts

વિવાદ ઉકેલાયો / કેજરીવાલ સરકારને મળી મોટી રાહત, કેન્દ્રીય ગૃહમંત્રાલયે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરવાને આપી મંજૂરી

HARSHAD PATEL

જયેશ પારેખ નામના બિલ્ડરે ઉંઘની ગોળી ખાઇ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો , 3 કરોડ દેવું થઇ જતા આર્થિક સંકડામણ સર્જાઇ

pratikshah

પોલીસને મળી મોટી સફળતા! નકલી નોટો છાપનાર આરોપીએને દબોચ્યા, દરોડા દરમ્યાન મળ્યો લાખોનો મુદ્દામાલ

pratikshah
GSTV