GSTV
Home » News » હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

ટ્રાફિકના નવા નિયમનો દંડો અત્યારસુધી સામાન્ય જનતાને જ લાગ્યો છે ત્યારે હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગવાનો છે…જેમાં ડ્રાઇવર કંડકટરને બમણો દંડ ભરવો પડશે તેવી જોગવાઇ કરાઇ છે. જેમાં સીટ બેલ્ટ વગર, લાયસન્સ વગર રોંગ સાઈડ, ટ્રાફિક સિગ્નલ તોડવા માટે પ્રથમ વખત 500 બીજી વખત 1000 રૂપિયાના દંડની જોગવાઇ કરાઇ છે. તો આ ઉપરાંત પરમીટથી વધુ પેસેન્જર ભરવા, ચાલુ બસે ધ્રુમપાન તેમજ જાહેર જનતા સાથે ગેરવર્તણૂક કરવી. સ્ટોપ પર બસ ઉભી નહીં રાખવા, વાહનમાં પરવાનગી વગર જાહેરાત કરવી, મીટર બંધ હાલતમાં હોય તો પ્રથમ વખત 500 અને બીજી વખત 1000 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવશે.

જ્યારે પેસેન્જર માટેના નિયમની વાત કરીએ તો ટિકિટ નહીં લીધેલ હોય તો 500, ટિકિટ બતવવાની મનાઈ કરે તો 500 રૂપિયાના દંડની જોગવાઇ કરાઇ છે. તો કંડકટર માટે દંડની જોગવાઇની વાત કરીએ તો ટિકિટ ન આપી હોય તો 500 દંડ, ખોટી ટિકિટ આપવા માટે 500 દંડ તેમજ ટિકિટમાં છાપ્યા પ્રમાણે પૈસા ન લીધા હોય તો 500 દંડ, પાસ ધારકોના પાસ ચેક ન કાર્ય હોય તો 500 રૂપિયાના દંડની જોગવાઇ કરાઇ છે.

આ ઉપરાંત બસમાં નક્કી કરેલા વજન કરતા વધુ વજનની પરમિશન આપનાર કંડકટરને 2000 નો દંડ ભરવો પડશે. તો ડ્રાઇવર માટેના નિયમની વાત કરીએ તો રેસ લગાવે ત્યારે પ્રથમ વખત 5000, બીજી વખત 10,000નો દંડ ભરવો પડશે. જ્યારે જોખમી રીતે વાહન ચલાવવા માટે પ્રથમ વખત 5000 બીજી વખત 10,000નો દંડ ભરવો પડશે, ત્યારે માનસિક અને શારીરિક અસ્વચ્છતા હોય ત્યારે પ્રથમ વખત 1000 બીજી વખત 2000ના દંડની જોગવાઇ કરાઇ છે.

એસટી કર્મચારી માટે કડક નિયમ

  • સીટ બેલ્ટ, લાયસંસ, રોંગ સાઇડ, સિગ્નલ તોડવાને લઇને પ્રથમ વખત ૫૦૦ બીજી વખત ૧૦૦૦નો દંડ
  • પરમીટથી વધુ પેસેન્જર, ધ્રુમપાન, જાહેર જનતા સાથે ગેરવર્તણૂક, સ્ટોપ પર બસ ઉભી ન રાખવી પ્રથમ વખત ૫૦૦,બીજી વખત ૧૦૦૦નો દંડ
  • પેસેન્જરે ટિકિટ ન લીધી હોય, બતાવાનો ઇન્કાર કરેતો ૫૦૦ રૂ.દંડ
  • કંડકટર ટિકિટ ન આપે ખોટી આપે તો ૫૦૦ દંડ
  • પાસ ચેક ન કર્યા હોય તો ૫૦૦ દંડ
  • વધુ ક્ષમતાના વજન માટે પરમિશન આપનાર કંડકટરને ૨ હજારનો દંડ
  • ડ્રાઇવર રેસ લગાવે, જોખમી ડ્રાઇવિંગ કરે તો પ્રથમ વખત ૫ હજાર, બીજી વખત ૧૦ હજારનો દંડ
  • માનસિક અને શારિરીક રીતે અવસ્થ હોય તો પ્રથમ વખત ૧ હજાર, બીજી વખત ૨ હજાર દંડ

READ ALSO

Related posts

જીવલેણ કોરોના વાયરસની ભારતમાં એન્ટ્રી ! જયપુરની હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દી ભર્તી

Nilesh Jethva

દેશની આ સ્ટાર પહેલવાને પદ્મ એવોર્ડની પસંદગી પર ચોંકાવનારા સવાલ ઉઠાવ્યા, જાણો તમામ વિગતો

pratik shah

અમિત શાહે કહ્યું, EVM નું બટન એટલા જોરથી દબાવો કે જેનો કરંટ શાહીન બાગની અંદર લાગે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!