GSTV
India News Trending

પશ્ચિમ જગતે લુંટેલી સાંસ્કૃતિક સંપત્તિ વસૂલવા મજબૂત કાયદાઓ જરૂરી

એલિઝાબેથ દ્વિતીયના અવસાન બાદ કોહિનૂર હીરાને ભારતને પરત કરવાની માગણી પ્રબળ બની છે. ત્યારે સાંસ્કૃતિક સંપત્તિઓનું રક્ષણ કરવા માટેના એન્ટિક્વિટીઝ એન્ડ આર્ટ ટ્રેઝર્સ એક્ટ, 1972માં તાત્કાલિક સુધારાની જરૂર છે. કલાકૃતિઓ તેને બનાવનાર જે તે કલ્ચરની માલિકીની છે અને નાગરિકોની ઓળખનો એક ભાગ છે. પણ પશ્ચિમ જગતની દલીલ છે કે, ઘણી વસ્તુઓ કાયદેસર રીતે હસ્તગત કરવામાં આવી હતી. કોહિનૂર હીરા ભેટમાં આપવામાં આવ્યા હતા. જેથી તેને પરત કરવાની જરૂર નથી.

સાંસ્કૃતિક

અમુક દલીલ એવું કહે છે કે ચોરાયેલી કે લૂંટાયેલી મિલકત યોગ્ય માલિકને પાછી આપવી જોઈએ. તેના જવાબમાં દલીલ એવું કહે છે કે, આ કલાકૃતિઓ જે રાજ્યોમાંથી લેવામાં આવી હતી તે હાલમાં વિવિધ દેશોમાં ફેલાયેલી છે. તે કલાકૃતિ ક્યાં બની છે તેનું ચોક્કસ સ્થાન અસ્પષ્ટ છે. તેથી, તેમને કોઈ ચોક્કસ દેશમાં પાછા મોકલવા મુશ્કેલ છે.

આવી સ્થિતિમાં શાળા અને કોલેજના પાઠ્યક્રમમાં કલા અને સંસ્કૃતિનો સમાવેશ કરવો, ભારતની કલાના ખજાનાને પરત લાવવાનો પ્રયાસ કરતી ઇન્ડિયા પ્રાઇડ પ્રોજેક્ટ જેવી એનજીઓને પ્રોત્સાહન આપવું, સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે કલાની વસ્તુઓ અને ઐતિહાસિક સ્મારકોની યાદી બનાવવી અને કલાકૃતિઓની ચોરી બદલ કડક સજાની જોગવાઈ જેવા પગલાં લેવા જોઈએ.

READ ALSO

Related posts

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel

મોરબી! ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાની કોશિશ કર્યાની અરજી, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah

યુક્રેન હાર ન માની રહ્યું હોવાથી રશિયા બન્યું વધુ આક્રમક, પુતિન ઘાતક કેમિકલ હુમલો કરવાની ફિરાકમાં

Kaushal Pancholi
GSTV