GSTV

વાહ! હવે તમારા પરસેવાથી ચાર્જ થશે સ્માર્ટફોન અને સ્માર્ટવૉચ, વૈજ્ઞાનિકોએ ડેવલપ કરી આ ખાસ ડિવાઇસ

ડિવાઇસ

Last Updated on July 15, 2021 by Bansari

અમેરિકન રિસર્ચર્સે હાથમાં પહેરવામાં આવતા એક એવી ડિવાઇસની શોધ કરી છે જે કોઇ વ્યક્તિના પરસેવાનો ઉપયોગ કરીને તેનાથી વીજળીનું નિર્માણ કરી શકે છે. આવુ શક્ય બનાવવા માટે વૈજ્ઞાનિકોએ ડિવાઇસનું એક પ્રોટોટાઇપ તૈયાર કર્યુ છે. તેની મદદથી પરસેવાથી પહેલા વીજળી તૈયાર થશે અને પછી ફોન ચાર્જ થશે. આ ડિવાઇસને સેનડિએગોની કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચર્સે તૈયાર કરી છે.

કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી

અમેરિકન વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર ડિવાઇસને આંગળી પર પહેરવામાં આવશે. રાતે સૂતી અથવા બેસતી વખતે નીકળતા પરસેવાથી વીજળી તૈયાર થશે. તેનાથી સ્માર્ટફોન અને સ્માર્ટવૉચ ચાર્જ થશે. ડિવાઇસમાં ઇલેક્ટ્રિકલ કંડક્ટર લાગેલા છે. તેમાં કાર્બન ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આંગળીમાંથી નીકળતા પરસેવાને શોષી લે છે. ઇલેક્ટ્રોડ પર રહેલા એંઝાઇમ પરસેવાના કણો વચ્ચે કેમિકલ રિએક્શન શરૂ કરે છે. તેનાથી વીજળી પેદા થાય છે. ઇલેક્ટ્રોડની નીચે નાની ચિપ લગાવવામાં આવી છે, જેને દબાવવા પર ડિવાઇસ પાવર જનરેટ કરવા લાગે છે.

ડિવાઇસ

ડિવાઇસમાં લાગેલુ મટિરિયલ ફ્લેક્સિબલ

અમેરિકન રિસર્ચર્સ લૂ યિનનું કહેવુ છે કે ડિવાઇસનો આકાર એક સ્ક્વેર સેન્ટીમીટર છે. ડિવાઇસમાં લગાવવામાં આવેલુ મટિરિયલ ફ્લેક્સિબલ છે. તેથી તેને આંગળી પર પહેરવામાં અસહજ મહેસૂસ નહી કરો. તેને ગમે ત્યારે ગમે તેટલા સમય માટે પહેરી શકાય છે. રિસર્ચર્સનું કહેવુ છે કે આ ડિવાઇસ ધીરે-ધીરે પાવર તૈયાર કરે છે. એક સ્માર્ટફોનને ચાર્જ કરવા માટે માનવીએ આશરે 3 અઠવાડિયા સુધી આ ડિવાઇસને પહેરી રાખવુ પડશે. ભવિષ્યમાં તેને ચાર્જ કરવાની કેપેસિટી વધારવામાં આવી શકે છે.

ડિવાઇસ

આંગળીઓ પર તેના માટે ચિપ લગાવવી જરૂરી

જો તમે આંગળીઓમાં તેને પહેરવામાં આવે તો 10 ગણા સુધી વધુ એનર્જી સ્ટોર કરી શકાય છે. ડિવાઇસને આંગળી પર એટલા માટે પહેરવામાં આવે છે કારણ કે અહીં પરસેવો વધુ થાય છે. જેવો પરસેવો નીકળવાનો શરૂ થાય છે પાવર જનરેટ થવા લાગે છે. આંગળીઓમાંથી પરેસવો અથવા ભેજ નીકાળવા માટે એક્સરસાઇઝ અથવા ફિઝિકલ એક્ટિવિટીની જરૂર નથી પડતી. સીનિયર પ્રોફેસર જોસેફ વોન્ગનું કહેવુ છએ કે ફિંગરની ટિપ પર જો તમે કંઇ ન પણ કરી રહ્યાં હોય તો પણ થોડા ઘણા પ્રમાણમાં પરસેવો હોય છે. આ ટેક્નોલોજીની મદદથી તમે કોઇ મહેનત કર્યા વિના તેનાથી વીજળી જનરેટ કરી શકો છો.

Read Also

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!