GSTV
Home » News » ‘14થી ઓછા બાળકો બેસાડવા પોસાય નહીં’ આવતીકાલે પણ સ્કૂલ વર્ધી એસોશિએશનની હડતાલ યથાવત્ત રહેશે

‘14થી ઓછા બાળકો બેસાડવા પોસાય નહીં’ આવતીકાલે પણ સ્કૂલ વર્ધી એસોશિએશનની હડતાલ યથાવત્ત રહેશે

અમદાવાદની સ્કુલ વર્ધી એસોશિએશનની હડતાલ આવતીકાલે પણ યથાવત રહેવાની છે. અને RTO અને ટ્રાફિક કમિશ્નર નિવારણ નહીં લાવે તો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સ્કુલ વર્ધી એસોસિએશના આગેવાનોએ કહ્યુ હતુ કે, સીએનજી વાહન સાથે માત્ર 14 બાળકોને બેસાડવાની આરટીઓ મંજૂરી આપે છે.

અમે સીએનજી બોટલ પર સીટ બનાવીને બેસાડીએ છીએ. પરંતુ 14થી ઓછા બાળકોને બેસાડવા અમને પોસાય તેમ નથી. છેલ્લા એક મહિનાથી પાસિંગ કામગીરી બંથ થઈ છે. ત્યારે રવિવારે પણ આરટીઓ ચાલુ રાખી અમારા વાહનોનુ પાસિંગ કરવામાં આવે તેવી સ્કુલ વર્ધી એસોસિએશનને માંગ કરી હતી.

માત્ર અમદાવાદ નહી પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ સ્કુલ વર્ધી એસોસિએશન આજે હડતાળ પર ઉતર્યા છે. અને વાલીઓએ પોતાના વ્હાલસોયા બાળકોને શાળાએ મુકવા જવા જહેમત ઉઠાવવી પડી હતી. જોકે તેનાથીવાલીઓનુ શિડ્યુઅલ ખોરવાયુ હતુ. જુનાગઢમાં તો સ્કુલવાન ચાલકોએ પોતાની આ કામગીરી જ બંધ કરવાની માંગ કરી છે. જ્યારે રાજકોટમાં સ્કૂલ વાન ચાલકો મેયરનાં બંગલે પહોંચી રજૂઆત કરી. તો ગોધરામાં પણ વાલીઓએ હાલાકી વઠવી પડી.

READ ALSO

Related posts

કાંકરીયા રાઇડ્સ દુર્ઘટના બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં, સૌરાષ્ટ્રના લોકમેળામાં નિયમોને નેવે મુકાયા

Nilesh Jethva

Ashes 2019: જોફ્રા આર્ચરની બાઉન્સર સ્ટીવ સ્મિથનાં કાન પર લાગી અને પછી થયું એવું કે

Path Shah

બાપ રે મંદી એવી કે હવે તો અંડરગારમેન્ટ્સવાળા રોવે છે માથે ઓઢીને

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!