GSTV
Gujarat Government Advertisement

ઓટો લોનમાં નિયમોની કડકાઈ વધતાં વાહનના વેચાણને થઈ અસર, 80 ટકા ખરીદદારોનો લોન જ આધાર

Corona

Last Updated on August 1, 2020 by pratik shah

બેંકો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓએ ઓટો લોન આપવામાં કડકાઈ શરુ કરતા વાહનોનું વેચાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંસ્થાઓ વાહન ખરીદીમાં મુખ્ય ભૂમિકા ભજવે છે જેમાં તે ખરીદદારને લોનની સગવડ કરી આપે છે જેનાથી સરળતાથી વાહન ખરીદી શકાય છે.

80 ટકા વાહનોલોનથી ખરીદવામાં આવે છે

ભારતમાં આશરે 80 ટકા વાહનો લોનથી ખરીદવામાં આવે છે. બીજી તરફ કુલ દ્વિચક્રીય વાહનોમાંથી 45-50 ટકા વાહનો લોન દ્વારા ખરીદાય છે. જોકે હવે લોકડાઉન બાદ બેંકો અને એનબીએફસીઓ દ્વારા વાહનો ખરીદવા માટે લોન આપવાનું પ્રમાણ ઘટાડી દેવાયું છે. આ પગલાંથી ઓટો ઉદ્યોગની હાલત કફોડી બની છે કેમ કે વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ) ના જણાવ્યા અનુસાર સેગમેન્ટના આધારે વાહનનું વેચાણ 26% થી 45% ની રેન્જમાં ઘટી શકે છે.

ઋણદાતાઓ રૂઢિચુસ્ત થયા

આંકડાઓ દ્વારા માહિતી મળી છે કે 31 માર્ચની સરખામણીએ ઈન્ડસઇન્ડ બેન્ક, યસ બેન્ક, આઈડીએફસી ફર્સ્ટ બેન્ક, ફેડરલ બેન્ક, આરબીએલ બેન્ક અને કોટક મહિન્દ્રા જેવી બેંકોની લોનબુક્સ જૂન ક્વાર્ટરમાં 2.3-7 ટકા જેટલી ઘટી ગઈ છે. માર્ચના અંત સુધી બેંકોની આઉટસ્ટેન્ડિંગ ક્રેડિટ 102 ટ્રિલિયન હતી જે ,માર્ચના અંતથી 1.1 ટકા અથવા 1.14 લાખ કરોડ સંકોચાઈ છે. વરિષ્ઠ બેંકરોના જણાવ્યા અનુસાર ઘણા ઋણદાતાઓ રૂઢિચુસ્ત થઇ ગયા છે પરંતુ હાલ લોન વિતરણ ચાલુ છે. બીજી તરફ યસ બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ પ્રશાંત કુમારે કહ્યું કે બેંકે ધિરાણ બંધ કર્યું નથી અને રિટેલ, નાના ધંધાકીય અને કોર્પોરેટ લોન લેનારાઓને પણ નવી લોન આપી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

આર્થિક અસમાનતા: ગરીબ અને તવંગર વચ્ચે ખાઈ વધશે, કોરોનાકાળમાં જ્યાં અમુકને ખાવાના પણ ફાંફા છે, ત્યાં અમુક ભારતીયોની સંપત્તિમાં થયો વધારો

Pravin Makwana

કોરોના વાયરસ/ 75 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ, પોઝિટિવિટી રેટ ઘટીને 3.45 ટકાએ આવી ગયો

Damini Patel

પાસવાન ગયા પાવર પણ ગયો: ચિરાગ-પશુપતિ આમને સામને, બન્નેએ એકબીજાને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!