GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

નવા ટ્રાફિક નિયમો મામલે સરકારનો મોટો ખુલાસો, આ તારીખથી શરૂ થશે કડક કાર્યવાહી

વાહન વ્યવહાર વિભાગના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુએ કરેલી જાહેરાત અનુસાર, 1 નવેમ્બરથી ટ્રાફિક નિયમનો ભંગ કરનાર પર કડક કાર્યવાહી થશે. જેમાં હેલ્મેટ અને પીયુસીના કાયદાની અમલવારીમાં સરકારે મુદત વધારો કર્યા બાદ હવે તે સમયગાળો પૂરો થવામાં છે. નોંધનીય છે કે, પહેલી નવેમ્બરે લાભપાંચમ છે.

રાજય સરકારે ૩૧-ઓક્ટોબર સુધી રાજ્યમાં હેલ્મેટ અને પીયુસીનો અમલ મોકૂફ રાખ્યો હતો. તેનો નવા વર્ષની શરૂઆત તા. ૧લી નવેમ્બર લાભપાંચમથી અમલ થનાર છે. રાજય સરકારે 16 સપ્ટેમ્બરથી હેલ્મેટ-પીયૂસી અને સિક્યોરિટી નંબર પ્લેટનો ફરજીયાતનો અમલ શરૂ કરેલ. આ નિયમ લાગુ પડતા પી.યૂ.સી. કેન્દ્રો પર લાઇનો લાગી હતી તેમજ હેલ્મેટ ખરીદવા પડાપડી થતા હોબાળો સર્જાયો હતો. લોકોની અગવડતાને ધ્યાને રાખીને સરકારે પહેલા 15 ઓકટોબર સુધી અને પછી 31 ઓકટોબર સુધી હેલ્મેટ, પીયૂસી અને સિક્યોરિટી નંબર પ્લેટમાંથી મુકિત આપી હતી. હવે પછી મુદ્દત નહિ વધારવાનો વાહન-વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ સંકેતો આપ્યા છે.

કેબિનેટ મંત્રીએ જણાવ્યું છે કે હેલ્મેટની ખરીદી અને પી.યુ.સી નું પ્રમાણપત્ર મેળવવા માટે રાજ્ય સરકાર તરફથી વાહનચાલકોને પૂરતો સમય આપવામાં આવ્યો છે. આ કાયદો લોકોના ભલા માટે છે અને લોકોએ તેમાં સહકાર આપવો જોઈએ. ફળદુએ જણાવ્યું હતું કે અમલવારીની મુદતમાં વધારો કરવાની સતા એક માત્ર મુખ્યમંત્રી પાસે છે અને તેમના તરફથી કોઈ સૂચના મળી નથી. આગામી તારીખ 1 નવેમ્બરના લાભપાંચમથી ટ્રાફિકના નવા નિયમ મુજબ અમલવારી શરુ કરવામાં આવશે.

સરકારની દૃષ્ટિએ પ્રત્યેક માનવ જીવન ખૂબ કિંમતી છે. હેલ્મેટ લોકોના હિત માટે છે. સરકારે પીયુસી મેળવી લેવા અને હેલ્મેટ ખરીદવા માટે લોકોને પૂરતો સમય આપ્યો છે. તા. ૩૧-ઓક્ટોબર મુક્તિની મુદ્દત પૂરી થઈ રહી છે. હવે મુદ્દત વધારવાની સરકારની કોઈ વિચારણા નથી. લોકો સરકારની લાગણી સમજી સહકાર આપે તેવી મારી અપીલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત તારીખ 16 સપ્ટેમ્બર થી હેલ્મેટ અને પિયુસીનો કાયદો અમલમાં આવનાર હતો પરંતુ હેલ્મેટ ખરીદવા અને પીયુસી પ્રમાણપત્ર લેવા માટે ભારે પડાપડી થવા પામી હતી. લોકોની તકલીફને ધ્યાનમાં રાખી સરકારે તારીખ 15 ઓક્ટોબર સુધી અને ત્યાર બાદ બીજા તબક્કામાં તા. 31 ઓક્ટોબર સુધી અમલવારી મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. હવે તો લોકોને પૂરતો સમય અપાયો છે અને તારીખ 1 નવેમ્બરથી આ કાયદાની કડક અમલવારી શરુ કરવામાં આવશે.

READ ALSO

Related posts

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

ચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ ?

Pravin Makwana

લગ્ન બાદ પૂર્વ પ્રેમી કરી રહ્યો હતો બ્લેકમેલ, પરિણીતાએ એવું છટકું ગોઠવ્યું કે….

Arohi
Do NOT follow this link or you will be banned from the site!