રાજ્યમના પોલીસ વડા શિવાનંદ ઝાએ કહ્યું કે, સંક્રમણ વધુ છે તે વિસ્તારો રેડ ઝોનમાં છે. જેથી રેડ ઝોનમાં આવતા લોકોએ ચેતી જવું જોઈએ. ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં જો છૂટછાટનો દુરુપયોગ થશે અને શરત ભંગ થશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના તમામ કન્ટેન્મેન્ટ વિસ્તારના પ્રવેશ સ્થળો પર વીડિયોગ્રાફી અને સીસીટીવીથી નજર રાખવામાં આવી રહી છે. અને તમામનું ચેકિંગ થશે. તેમણેએ એમ પણ કહ્યું કે લોકોને વતન પહોંચાડવા સરકાર વ્યવસ્થા કરી રહી છે. તેથી તેમણે ધીરજ રાખવી જોઈએ અને જો પોલીસ પર હુમલા થશે તો તેમની સામે પાસા હેઠળ કડક કાર્યવાહી કરાશે.
અમદાવાદ મૃત્યુનું વધી રહેલું પ્રમાણ એ અત્યંત ગંભીર
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરમાં રોજેરોજના દર્દીઓના આવી રહેલા આંકડા અને મૃત્યુનું વધી રહેલું પ્રમાણ એ અત્યંત ગંભીર અને ચિંતા ઉપજાવનારું છે. જ્યારે એક જ દિવસમાં નવા 274 દર્દીઓ જુદી જુદી હૉસ્પિટલોમાં દાખલ થયા છે, જ્યારે સારવાર દરમિયાન 23 દર્દીઓના કરૂણ મોત નિપજ્યા છે. મૃત્યુ પામનારાઓમાં ૧૪ પુરુષ અને 09 મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા 3817 અને મૃત્યુનો આંક 208નો થઈ ગયો છે. જ્યારે ૫૩૩ દર્દીઓ સાજા થઈ જતાં તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.

READ ALSO
- વડોદરા/ ચોરંડા ગામે જંગલી પ્રાણીનો શિકાર કરવા ગયેલા મિત્રનું મિસફાયર થતાં થયું મોત, પોલીસે તપાસ આદરી
- 700 વર્ષ બાદ આ રાશિ પર મેહરબાન થયા શનિદેવ, જાણો ક્યાંક તમારી તો નથી આ રાશિ
- પાટણ જિલ્લામાં વીજકર્મીઓએ આંદોલન છેડ્યૂ, 21 તારીખે વીજ કર્મચારીઓ માસ સીએલ પર જશે
- IndvsAus: બીજા દિવસે વરસાદને કારણે 35 ઓવર્સની રમત ધોવાઈ, ઓસ્ટ્રેલિયાના 369 સામે ભારત 62/2
- દુનિયાનો સૌથી ગંદો માણસ! આ શખ્સે 65 વર્ષથી નથી કર્યુ સ્નાન, કહાની સાંભળી થઈ જશે ઉલ્ટી