કોઈપણ માણસમાં તણાવની આડઅસર જોવા મળતી હોય છે. તણાવની આડ અસર માત્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર જ નથી પડતી, પરંતુ તે મહિલાઓની પ્રજનન ક્ષમતાને પણ નબળી બનાવી શકે છે. આ બાબતની તપાસ કરવા માટે વૈજ્ઞાનિકોએ માદા ઉંદરો ઉપર પ્રયોગો કર્યા હતા. માદા ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગોનું પરિણામ દર્શાવે છે કે જ્યારે તેમને ચીસાચીસ જેવા અવાજ વચ્ચે રાખવામાં આવ્યા ત્યારે તેના ઓવરીએન રિઝર્વ કહેતાં અંડાશયના બીજ અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો થાય છે. ઓવેરીઅન રિઝર્વ કોઈ પણ મહિલાના બંને અંડાશયમાં બાકી રહેલા ઈંડા અને તેની ગુણવત્તા હોય છે. જેના આધાર ઉપર ફર્ટિલિટી નિર્ધારિત કરવામાં આવે છે. સ્ત્રીઓમાં જન્મથી ચોક્કસ સંખ્યામાં ઇંડા હોય છે અને તેનાથી વધારે ઉત્પન્ન કરી શકાતા નથી.

અંડાશયના અનામતમાં ઘટાડો થવાનો અર્થ એ છે કે બંને અંડાશયમાં બાકી રહેલા ઇંડાની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો થવો અને આનાથી સામાન્ય ફર્ટિલિટી કહેતાં પ્રજનનક્ષમતા ઓછી થતી જાય છે. આ અભ્યાસના તારણો એન્ડોક્રાઈન સોસાયટીના જર્નલ એન્ડોક્રિનોલોજીમાં પ્રકાશિત થયા છે,
ચીનમાં શિયાન જિયાઓ તાંગ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોસ્પિટલના સંશોધક વેનયાન શી અનુસાર અમે ચીસોના અવાજની વચ્ચે રહેલા મોડલ ઉંદરોના અંડાશયના અનામત પર અવાજની થતી અસરનો અભ્યાસ કર્યો. આમાં, અમને જાણવા મળ્યું કે જે માદા ઉંદરોને ચીસોની વચ્ચે રાખવામાં આવ્યા હતા તેમના અંડાશયમાં રહેલા અનામત ઈંડાની ગુણવત્તા અને પ્રજનન ક્ષમતામાં ઘટાડો થયો હતો. સંશોધકોએ માદા ઉંદરોને ત્રણ અઠવાડિયા સુધી ચીસોવાળા માહોલમાં રાખ્યા હતા અને તેના હોર્મોન્સ પરની અસરોનું વિશ્લેષણ કર્યું હતું. આમાં ઈંડાની સંખ્યા, ગુણવત્તા અને ગર્ભધારણની શક્યતા જેવી બાબતોનો સમાવેશ થાય છે.
અભ્યાસના તારણો
સંશોધકોએ શોધી કાઢ્યું કે ચીસોના અવાજથી ઉંદરોમાં એસ્ટ્રોજન અને એન્ટિ-મુલેરિયન હોર્મોન્સના સ્તરમાં ઘટાડો થયો. એસ્ટ્રોજન – હોર્મોન્સનું એક ગ્રૂપ છે જે વિકાસ અને પ્રજનનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે એન્ટિ-મુલેરિયન હોર્મોન અંડાશયમાંથી બને છે અને તે પ્રજનન અંગો બનાવવામાં મદદ કરે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે ચીસોના અવાજથી ઈંડાની સંખ્યા અને ગુણવત્તામાં ઘટાડો જોવા મળ્યો હતો.
વેનયાન શી એ કહ્યું કે આ તારણોના આધારે, અમે માનીએ છીએ કે તણાવનો સંબંધ અંડાશયના અનામત ઈંડાને ઓછું કરવામાં થઈ શકે છે. ક્રોનિક સ્ટ્રેસનો સંબંધ ઓવેરિઅન રિઝર્વ ઓછું થવાનું જોડાણ નિષ્કર્ષ એ અર્થમાં મહત્વપૂર્ણ છે કે એના આધારે ક્લિનિકલ સારવાર કરી શકાય છે અને એના કારણોને દૂર કરવાના પ્રયાસો કરી શકાય છે. જેથી ઓવરિઅન રિઝર્વને નુકસાનથી બચાવી શકાય છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- મોટા સમાચાર/ કાબુલની મસ્જિદ અને મિનિ બસોમાં ચાર વિસ્ફોટ : 16થી વધુના મોત, અનેક ઘાયલ
- Stress Release Tips/ ટેન્શન અને ડિપ્રેશનથી વધી રહી છે મુશ્કેલીઓ, તો અપનાવો આ ઉપાયો તરત જ અનુભવશો રાહત!
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ