GSTV
Health & Fitness Life Trending

દાંત અને પેઢાને મજબૂત બનાવવા આ 4 વસ્તુને ડાયટમાં કરો સામેલ, જરૂર થશે ફાયદો

દાંત અને પેઢાઓને જો પર્યાપ્ત પ્રમાણમાં પોષક તત્વ નહી મળે તો, આ ઘણા પ્રકારના સ્વાસ્થ્ય જોખમને ઉત્પન્ન કરી શકે છે. સાચા પ્રમાણમાં જરૂરી પૌષ્ટિક તત્વ ન મળવા પર પાયરિયા, દાંત પીળા પડવા, પેઢા કમજોર થઈ જવા, મોઢામાંછી ગંધ આવવી અને દાંતમાં કીડા લાગવની સમસ્યા જોવા મળે છે. એટલુ જ નહી, પ્રભાવિત વ્યક્તિના દાંત પણ સમય પહેલા કમજોર થઈને પડી જાય છે અને તેને નકલી દાંતોનોન પણ સહારો લેવો પડ્યો છે. તેથી પોતાની ડાયટનો વિશેષ ધ્યાન રાથો અને જમવામાં એ પ્રકારના ફૂડ્સને સામેલ કરો જે તમારા દાંત અને પેઢાઓના સ્વાસ્થ્ય માટે લાભદાયક રહે.

ગાજર

આ તો તમને પણ ખબર હશે કે, દાંતોના સ્વાસ્થ્ય માટે વિટામિન-સી કેટલુ જરૂરી હોય છે. આ જ કારણ છે કે, ઓરલ હેલ્થમાં વિટામિન-એ ની ભૂમિકાને જોતા ગાજર ખાવાની સલાહ ડૉક્ટર દ્વારા પણ આપવામાં આવતી હોય છે. આ દાંતોને મજબૂત બનાવી રાખવા અને તેને પીળશ પડવાની સમસ્યાથી દૂર રાખવાનુ કામ કરી શકે છે. ગાજરથી દાંતોને મજબૂતી પણ મળે છે.

મૂળો

શંકર પ્રજાતિની શોધ બાદ મૂળો તમને દરેક સીઝનમાં સરળતાથી મળી જાય છે. એક વૈજ્ઞાનિક શોધ પ્રમાણે મૂળાનુ સેવન દાંતના સ્વાસ્થય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જોકે, કેટલાક લોકોનુ કહેવુ છે કે, મૂળો ખાવાથી મોઢામાંથી વાસ આવે છે, પરંતુ તેને નજરઅંદાજ કરવા માટે તમે મૂળો ખાધા બાદ માઉથવોશથી પોતાનુ મોઢુ પણ ધોઈ શકો છો.

સફરજન

સ્વસ્થ દાંત માટે આપણે નિયમિત રૂપથી એક સફરજનનુ સેવન કરવુ જોઈએ. જેમાં હાજર પૌષ્ટિક તત્વ તમને શ્રેષ્ઠ પોષકતત્વોની પૂર્તી કરવાની સાથે-સાથે દાંત અને પેઢાઓને મજબૂત બનાવી રાખવામાં વિશેષ ભૂમિકા નિભાવે છે. ઘણા રિસર્ચમાં આ વાતની પુષ્ટી પણ થઈ ચૂકી છે કે, સફરજન દાંત અને પેઢાઓના સારા સ્વાસ્થ્ય માટે એક શ્રેષ્ઠ ફળ છે.

પનીર

એક ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન તે જોવા મળ્યુ છે કે, જે લોકોના મોઢામાંથી વાસ આવવાની સમસ્યા છે, તેમણે ચીઝનુ સેવન કર્યા બાદ તેમાં ખૂબ જ ખામી જોવા મળી છે. તે સિવાય પનીરમાં હાજર કેલ્શિયમ અને વિટામિન-એની માત્રા દાંત અને પેઢાઓને મજબૂત બનાવી રાખવા અને બ્લીડિંગ ગ્મસના જોખમને પણ ઘણા હદ સુધી ઓછી કરી દે છે.

READ ALSO

Related posts

59 વર્ષમાં પૃથ્વીની સૌથી નજીક આવ્યો ગુરુ! હવે 107 વર્ષ પછી ફરી થશે આવી ઘટના, આટલા કિલોમીટર દૂર

Damini Patel

સુપ્રીમ કોર્ટે કર્યું સ્પષ્ટ- કોઈ કર્મચારીએ કંપનીને ખોટી માહિતી આપી તો છીનવી શકાય છે નોકરી

Damini Patel

ધડાધડ રિઝાઈનનું ચલણ: મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા કર્મચારીઓ, પગાર વધારાનો પણ નથી થઇ રહ્યો ફાયદો

Damini Patel
GSTV