GSTV
Bollywood Entertainment Trending

Street Dancer 3D Review: દર્શકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યા વરૂણ- શ્રદ્ધા, નોરા ફતેહીના ડાન્સે જીત્યા દર્શકોના દિલ

બોલીવુડના યંગ એન્ડ ઊભરતા સ્ટાર્સ શ્રદ્ધા કપૂર અને વરુણ ધવનની ‘સ્ટ્રીટ ડાન્સર-3ડી’ ફિલ્મ શુક્રવારે સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં વરુણ અને શ્રદ્ધાની સાથે ડાન્સ માસ્ટર પ્રભુદેવા અને નોરા ફતેહી પણ છે. આ ફિલ્મ ડાન્સ પર આધારિત છે, અને દિગ્દર્શક પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસુજાએ કર્યું છે. જો કે, ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’એ દર્શકોને નિરાશ કર્યા છે. કારણ કે, આ ફિલ્મ દર્શકોની આશાઓ પર ખરી ઊતરવામાં નિષ્ફળ રહી છે.

બોલીવુડના દિગ્ગજ ડાન્સર પ્રભુદેવા રેમો ડિસૂજાની ફિલ્મો માટે કહે છે કે, ‘અમે એક્સપ્રેસ કરવા માટે ડાન્સ કરીએ છીએ, નહી કે ઈમ્પ્રેસ કરવા માટે’, પરંતુ આ ફિલ્મ તેમના આ મંત્રથી અલગ તરતી જોવા મળી રહી છે. જો કે, તેમણે અત્યાર સુધી ત્રણ ડાન્સ આધારિત ફિલ્મોમાં કામ કર્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મમાં તેમની પ્રાથમિકતા પ્રદર્શન કરવાની છે નહી કે, ડાન્સને એક સારી સ્ટોરીમાં ઢાળવાની. હાલમાં તો, ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ને 5માંથી 2 રેટિંગ આપવામાં આવી રહી છે.

આ ફિલ્મની વાત કરીએ તો, 3ડીમાં વરુણ ધવન સહસ સિંહનું પાત્ર ભજવી રહ્યા છે, તો શ્રદ્ધા કપૂર ઈનાયતના પાત્રમાં છે. ઉલ્લેખનીય છે કે, સહજ સિંહ ભારતીય છે તો, ઈનાયત પાકિસ્તાની છે. આ બંને લંડનમાં રહે છે. આ ફિલ્મમાં એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે કે, બંનેને એક મોટી ડાન્સ સ્પર્ધા માટે તૈયારી કરવા લાગે છે. તેમનું એક જ ઉદ્દેશ્ય હોય છે કે, ખૂબ જ વધારે પૈસા કમાવવા, પરંતુ આ તેમના માટે ડાન્સની જંગથી ઘણું મોટુ થઈ જાય છે.

રેમો ડિસૂજાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર-3ડીમાં કોરિયોગ્રાફર પુનીત પાઠક, ધર્મેશ યેલાંડે, સલમાન યૂસૂફ ખાન અને રાઘવ જુયાલ પણ કામ કરી રહ્યા છે. તેમણે જે પ્રકારે એનર્જીફુલ ડાન્સ પરર્ફોમેન્સ ફિલ્મ ABCDના ગીત ‘બેજુબાન’ અને ફિલ્મ ABCD-2ના ગીત ‘બેજુબાન ફિર સે’ માં આપી હતી, તેવી પરર્ફોમેન્સ આ ફિલ્મમાં જોવા મળી રહી નથી.

ટીવીમાં કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાનો રિયાલિટી શો બીજા શોની સ્પર્ધામાં તેજીથી આગળ વધ્યો હતો. કારણ કે, તેમની થીમ હોય છે કે, ડાન્સને એક એવા માધ્યમ તરીકે લેવું, જેમાં કલ્પનાત્મક કોરિયોગ્રાફી પરર્ફોર્મ કરનાર લોકોથી વધારે મહત્વપૂર્ણ હોય છે. જો કે, તેમની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી માં સ્ટાર્સને આગળ રાખવામાં આવ્યા અને ડાન્સની ક્ષમતા ધરાવનાર ડાન્સર્સને બેકગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યા છે, પરંતુ આ એવી હકીકત છે જે છુપાઈ શકતી નથી.

ખરેખર તો, રેમો ડિસૂજાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3ડી ની કહાની ખૂબ જ હલકી છે. આ ફિલ્મ વધારે પ્રમાણાં લાંબી છે. ઈન્ટરવલ પછીન ભાગ દર્શકો માટે થોડો વધારે ભારે થઈ જાય છે. કારણ કે, દર્શકોને ડાન્સની ફાઈનલ જોવા માટે વધારે પડતી રાહ જોવી પડે છે. તેથી દર્શકોનું ધેર્ય જવાબ આપી શકે છે. આ ફિલ્મમમાં નોરા ફતેહી દરેક વખતની જેમ પોતાના શાનદાર ડાન્સથી દર્શકોને પોતાની તરફ ખેંચતી જોવા મળી રહી છે. નોરા ફતેહી ફિલ્મમાં વરુણની પ્રેમિકાનું પાત્ર ભજવી રહી છે. એકંદરે સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મ લાંબી ખેંચવામાં આવેલ ફિલ્મ લાગે છે. ફિલ્મમાં ડાન્સની મુખ્ય અંતરાત્માની પણ ખામી જોવા મળે છે.

READ ALSO

Related posts

રીક્ષાવાળા ભાઈએ વાપરી સરસ યુક્તિ, ઓટોમાં લગાવી દીધું કુલર

Siddhi Sheth

નવી એરલાઇન ફ્લાય 91નો ફર્સ્ટ લુક જાહેર, શિયાળામાં પ્રથમ ફ્લાઈટ ઉડશે

Vushank Shukla

બીએસઇ ડેરિવેટિવ્ઝના ટર્નઓવરમાં ઉછાળો

Vushank Shukla
GSTV