વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર-3D’ ની ફેન્સ પાછલા ઘણાં સમયથી આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હતાં તે આખરે રૂપેરી પડદે રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મના ટ્રેલર અને સૉન્ગ્સને ફેન્સનો પોઝીટીવી રિસ્પોન્સ મળ્યો. હવે ફિલ્મ ન બૉક્સ ઑફિસ પર કેટલી ધૂમ મચાવે છે, તે તો સમય જ જણાવશે. પરંતુ જો તમે આ ફિલ્મ જોવાનો પ્લાન બનાવી રહ્યાં હોવ તો પહેલા વાંચી લો ‘સ્ટ્રીટ ડાન્સર-3D’નો રિવ્યૂ…

સ્ટોરી
ફિલ્મની સ્ટોરી બે ગ્રુપ્સ વચ્ચે ડાન્સ કોમ્પિટીશનની આસપાસ ફરે છે. ફિલ્મમાં સહજ (વરુણ ધવન) અને ઇનાયત (શ્રદ્ધા કપૂર) પોતાના ડાન્સ ગ્રુપના લીડર છે. બંને ટીમોમાં ઘણી કટ્ટરતા જોવા મળે છે. જ્યાં સહજ ગ્રુપ ‘સ્ટ્રીટ ડાન્સર’નો લીડર છે તો ઇનાયત ગ્રુપ’રૂલ બ્રેકર્સ’ની લીડર છે.

નોરા ફતેહી સહજની ગર્લફ્રેન્ડના કિરદારમાં છે. ઇનાયતની ટીમમાં પાકિસ્તાની ડાન્સર્સ છે અને સહજની ટીમમાં બધા જ ભારતીય. આ રીતે આ મુકાબલો હિન્દુસ્તાની-પાકિસ્તાની ડાન્સર્સ વચ્ચોનો છે. બંને ટીમો હંમેશા એકબીજાને વિરોધી ટીમની નજરે જે છે. આ વચ્ચે લંડનમાં એક ડાન્સ કૉમ્પિટીશન થાય છે, જે સ્ટોરીમાં એક મોટો ટ્વિસ્ટ લાવે છે. આ કોમ્પિટિશનથી બંને ટીમોનુ જીવન પ્રત્યેનું વલણ બદલાઇ જાય છે. આખરે આ ફિલ્મમાં એવું તો શું થાય છે જે બધાનો દ્રષ્ટિકોણ બદલી નાખે છે. આ તમને ફિલ્મ જોયા બાદ જ જાણવા મળશે.

એક્ટિંગ
ફિલ્મમાં વરુણ અને શ્રદ્ધાની એક્ટિંગ ઉમદા છે પરંતુ ફિલ્મમાં ડાન્સની સરખામણીએ એક્ટિંગ ઓછી જોવા મળી. વરુણ અને શ્રદ્ધાના ડાન્સ મૂવ્સ લોકોને દિવાના બનાવી રહ્યાં છે. સાથે જ નોરા ફતેહી પોતાના ડાન્સથી લોકોનું દિલ જીતવામાં સફળ રહી છે. એક્ટર પ્રભુદેવાના ધમાકેદારના ડાન્સ પરથી નજર હટાવવી મુશ્કેલ છે.

ડાયરેક્શન
ડાયરેક્શનની વાત કરીએ તો રેમો ડિસૂઝાએ લોકોને એન્ટરટેઇન કરવા માટે ફિલ્મમાં જીવ રેડવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. રેમોની મહેનત પર શંકા ન કરી શકાય. ફિલ્મને જે એન્ગલથી બનાવવામાં આવી છે તે જોઇને લાગી રહ્યું છે કે ફિલ્મ સુપરહિટ સાબિત થઇ શકે છે.

રિવ્યૂ
ફિલ્મનું નામ સાંભળવામાં જેટલુ જબરદસ્ત છે, એવું કંઇ ફિલ્મમાં જોવા નથી મળતું. એટલે કે સ્ટોરીમાં કંઇ ખાસ નવુ નથી. ફિલ્મની સ્ટોરી પહેલી એબીસીડીની સ્ટોરી સાથે ઘણી મેળ ખાય છે. ફિલ્મ ઘણી લાંબી છે. ફિલ્મનો ફર્સ્ટ થોડો બોરિંગ લાગશે. જો કે સેકેન્ડ હાફમાં દર્શકોને ફિલ્મ સાથે જોડવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Read Also
- Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ
- 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિના લોકોને મળશે ઉચ્ચ સફળતા
- સુરતમાં ફૂડ વિભાગનો સપાટો, શહેરની 15 બેકરી સંસ્થાઓ પર દરોડાની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ
- ગૃહમંત્રીના શહેરમાં દારૂ બંધીના લીરે લીરા ઉડ્યા! ફાસ્ટ ફૂડની આડમાં દારૂના વેચાણ કરતા શખ્સને પોલીસે દબોચ્યો, વેચાણની રીત જોઈને પોલીસ પણ માથું ખજંવાળતી રહી
- ભગવાનને પ્રસાદ ચઢાવતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, નહીં તો 1 ભૂલ પણ તમને મોંઘી પડી શકે છે.