જામનગરમાં રખડતા ઢોરની સમસ્યા એટલી છે કે વારંવાર કોઇને કોઇ વૃદ્ધ રખડતા ઢોરનો ભોગ બને છે. આવા જ એક વૃદ્ધ જેઓ તાજેતરમાં જ ઈન્દોરથી અંહી મહેમાન બનીને આવ્યા હતા તે વૃદ્ધાને રખડતા ઢોર અડફેટે લેતા તેમને સારવાર લેવાની ફરજ પડી છે.

62 વર્ષીય કાંતાબેન માલદે નામના આ વૃધ્ધા ઈન્દોરથી જામનગરના મહેમાન બન્યા. પરંતુ તેમને સપનેય ખ્યાલ ન હતો કે જામનગરના રખડતા ઢોરના કારણે તેમને ભોગવવાનો વારો આવશે. કામદાર કોલોની વિસ્તારમાં સોમવારે રખડતા ઢોરે તેને ઢીક મારતા કાંતાબેનનો હાથ ભાંગી ગયો.
કાંતાબેન માલદે જામનગર મહાનગર પાલિકાના દંડક કેતન ગોસરાણીના સંબંધી થાય છે. શાસકો પણ રખડતા ઢોરની સમસ્યાથી અજાણ નથી. પરંતુ ઢોર મુદે મનપા યોગ્ય પગલા લેતી હોવાનું રટણ કરે છે. પરંતુ આવા બનાવો તેની કડક કામગીરી પોલ ખોલે છે.
રખડતા ઢોર મુદે મહાનગર પાલિકા દ્વારા કોઈ નકકર પગલા લેવાતા નથી. જેના કારણે લોકોને મુશકેલી થાય છે. અનેક વખત આવા બનાવો સામે આવે છે. પરંતુ પાલિકા દ્રારા યોગ્ય કામગીરી ના થતી હોવાનુ વિપક્ષ આક્ષેપ કર્યા છે.
તો તંત્ર બે દિવસમાં 45 રખડતા ઢોરને પકડયા હોવાનો દાવો કરે છે. જો કે વાસ્તવમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે..

જામનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. શાસક હોય કે વિપક્ષ, ગરીબ હોય કે ધનિક, હોદ્દેદાર હોય કે અધિકારી રખડતાં ઢોર કોઈને ઓળખતા નથી. આથી રખડતા ઢોરોના ત્રાસના કારણે બધા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આથી સરકાર તેનો કોઈ કાયમી ઉકેલ લાવે તેવી દરેક લોકોની માંગ છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- ‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે
- ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ
- દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ, હથિયારો અને દારૂગોળા સાથે 6ની ધરપકડ
- વૈશ્વિક મોંઘવારી/ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે બ્રિટનનું અર્થતંત્ર પણ મંદીના ભરડામાં
- રેવડી કલ્ચર/ દેશના વિવિધ રાજ્યો પર 60 લાખ કરોડનું દેવું, ભાજપ શાસિત રાજ્ય નંબર વન